કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે દેશના જાણીતા તમામ ઐતિહાસિક સ્થળો 15મી મે સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી પહલાદ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે કોરોના મહામારી ના વર્તમાન પ્રકોપને ધ્યાન માં રાખતા.
સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રાલય ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા સંરક્ષિત તમામ સ્મારકોને આગામી 15મી મે સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
કેન્દ્ર સરકાર ના આ મહત્વપૂર્ણ નિર્ણય બાદ ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત દેશના તમામ ઐતિહાસિક સ્થળો અને મ્યુઝિયમમો બંધ થઈ જશે.
ભારતના જાણીતા ઐતિહાસિક સ્થળોમાં તાજમહેલ, કુતુબમિનાર, જામા મસ્જિદ, લાલ કિલ્લા સહિત બીજા ઘણા સ્થળો સામેલ છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ કોરોના જે રીતે વધી રહ્યો છે તેને જોતાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે એપ્રિલ મહિનામાં તે સૌથી ભયંકર સાબિત થવાનો છે.
દેશમાં કોરોના ની બીજી લહેર ખતરનાક જોવા મળી રહી છે પણ સૌથી વધારે કેસ મહારાષ્ટ્રના છે. મહારાષ્ટ્રમાં સ્થિતિ બહુ ખરાબ છે જેના કારણે અહીં 15 દિવસ નું લોકડાઉન લગાવવામાં આવ્યું છે.
જોકે ચિંતાજનક વાત એ છે કે લોકડાઉન હોવા છતાં કોરોના ની રફતાર અટકતી નથી. અહીં વધારે ભયંકર સ્થિતિ જોવા મળી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment