હોસ્પિટલ માટે મોદી સરકારની સૌથી મોટી સહાયની જાહેરાત, જાણો શું છે મોટી જાહેરાત.

Published on: 9:08 am, Fri, 16 April 21

કેન્દ્ર સરકારે 100 હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા માટે પીએમ કેર્સ ફંડમાંથી આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. સરકારના એમ્પાવર્ડ ગ્રુપની ગુરુવારે મળેલી બેઠકમાં 100 હોસ્પિટલની ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા માટેની આર્થિક સહાય આપવાનો નિર્ણય લેવાયો હતો.

કોરોના ની કહેર વચ્ચે દેશમાં જરૂરી મેડિકલ ઉપકરણો તથા ઓક્સિજન સપ્લાય ની ઉપલબ્ધતા ની સમીક્ષા કરવા માટે ગ્રુપ ની બેઠક મળી હતી.

સરકારી પેનલે આરોગ્ય મંત્રાલયને દેશના દૂરદરાજના વિસ્તારની 100 હોસ્પિટલની ઓળખ કરવાનું જણાવ્યું છે. ઓળખ થયા બાદ 100 હોસ્પિટલમાં પ્રેસર સ્વિંગ પીએસએ પ્લાનટ એટલે કે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવશે.

પીએસએ પ્લાન્ટ ઓક્સિજન બનાવીને હોસ્પિટલોને પૂરો પાડશે. આ માટે 12 રાજ્યો મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ.

તમિલનાડુ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન નક્કી કરાયા છે. આ રાજ્યોની 100 હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવાની સરકાર ની દરખાસ્ત છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હોસ્પિટલ માટે મોદી સરકારની સૌથી મોટી સહાયની જાહેરાત, જાણો શું છે મોટી જાહેરાત."

Leave a comment

Your email address will not be published.


*