કેન્દ્ર સરકારે 20 મી જુલાઈથી એક નવો કાયદો લાગુ કરવા જઈ રહી છે. આ નવો કાયદો લાગુ થયા બાદ સૌથી મોટો ફાયદો ગ્રાહકોને થવાનો છે.જો સરકારી દાવા ને માનવામાં આવે તો હવે આગામી 50 વર્ષ સુધી ગ્રાહકોને કોઈ નવા કાયદા ની જરૂર જ નહીં પડે. હકીકતે ૨૦મી જુલાઈથી દેશભરમાં નો ગ્રાહક સુરક્ષા કાયદો ૨૦૧૯ લાગુ થશે.આ માટે કેન્દ્ર સરકારે નોટીફિકેશન પણ જાહેર કરી દીધું છે અને આ નવો કાયદો આશરે ૩૫ વર્ષ જૂના ગ્રાહક સુરક્ષા કાયદો 1986 ની જગ્યાએ લેશે.
આ નવો કાયદો લાગુ થયા બાદ કોઈ ઉત્પાદન સંબંધી ભ્રામક વિજ્ઞાન પણ આપવા મોંઘા પડી જશે કારણ કે નવા કાયદામાં ભ્રામક જાહેરાતો આપવા પર કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે.
નવા કાયદા પ્રમાણે ગ્રાહક દેશની કોઈપણ કન્ઝ્યુમર કોર્ટમાં કેસ નોંધાવી શકશે પછી ભલે તેને કોઈપણ જગ્યાએથી સામાન ખરીદવો હોય. આ જ રીતે ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગ ગ્રાહકોની મુશ્કેલી સાંભળશે. ઉદાહરણ તરીકે જો કોઈ દુકાનદાર તમારા પાસેથી વધારે કિંમત વસૂલે છે. તમારા સાથે અયોગ્ય વર્તન કરે છે કે પછી ખામીયુક્ત વસ્તુ અને સેવાનું વેચાણ કરે છે તો આ દરેક કેસની સુનાવણી કરવામાં આવશે.
Be the first to comment