ચોમાસાની વિદાયના અંતમાં મેઘરાજા ફરી વરસ્યા છે.બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર સાગરમાં ઉદભવતા સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ફરી વરસાદનું ઝાપટું આવ્યું છે.અચાનક જ વરસાદ આવતા જગતના તાતની ચિંતા માં ફરી વધારો થયો છે તો હજુ પણ આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ વરસવાની અને મીની વાવાઝોડું આવે તેવી શક્યતા છે.
તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મેઘતાંડવ કરે તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છોટાઉદેપુર, નર્મદા,તાપી,ડાંગ,નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના અમરેલી ગીર સોમનાથ ભાવનગર અને.
જૂનાગઢજિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ગત બે દિવસથી સૌરાષ્ટ્ર અને કચ્છ સમગ્ર રાજ્યમાં મેઘ માહોલ જોવા મળ્યો હતો.
તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી પણ ઓચિંતા વરસાદ આવતા ખેડૂતોની ચિંતામાં ખૂબ જ વધારો થયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment