રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં એક 16 વર્ષની દીકરીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે. આ ઘટના બનતાં ભારે ચકચાર મચી ગઇ હતી. દીકરીના મૃત્યુના કારણે ઘરમાં માતમ છવાઇ ગયો હતો. દીકરીને માતા સાથે કામની બાબતે ઝઘડો થયો હતો, ત્યારબાદ દીકરીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આ ઘટના જંગલેશ્વર વિસ્તારમાં શેરી નંબર 11માં બની હતી.
અહીં રહેતી 16 વર્ષની દીકરીએ ગઈકાલે પોતાના રૂમમાં જઈને હુકમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. જ્યારે માતા એ દીકરીના રૂમનો દરવાજો ખખડાવ્યો, ત્યારે દીકરીએ દરવાજો ખોલ્યો નહીં તેથી માતા ડરી ગઈ હતી. તેથી માતા બાજુમાં રહેતા તેના ભાઈના ઘરે દોડી ગઇ હતી. ત્યાર બાદ મહિલાના ભાઈએ મકાનની પાછળથી ઉપર ચડી છત તોડીને તપાસ કરી ત્યારે દીકરી રૂમમાં લટકતી હાલતમાં જોવા મળી હતી.
ત્યારબાદ તેને નીચે ઊતારી ને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ત્યાંથી વધુ સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહીં ફરજ બજાવતા ડોક્ટરે દીકરીને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ હોસ્પિટલ પહોંચી આવી હતી અને જરૂરી કાર્યવાહી કરીને દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે પરિવારજનોની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી દીકરીના મામાએ જણાવ્યું કે, મારી બહેન માનસિક બીમારીથી પીડાતી હોવાથી ભાણેજ સાથે અવારનવાર ઝઘડો કરતી હતી. મૃત્યુ પામેલી દિકરી કારખાનામાં કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી.
ગઈ કાલે સવારે દીકરી કારખાને કામે જવા માટે શેરીમાં બેઠી હતી. ત્યારે તેની માતાએ તેને ઠપકો આપ્યો હતો, આ વાતનું દીકરીને માઠું લાગે આવ્યું હતું. જેના કારણે તેને રૂમમાં જઇને આ પગલું ભરી લીધું હતું. દીકરીના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. 8 મહિના પહેલા દીકરીના પિતાનું મૃત્યુ થયું હતું.
તેના કારણે તેની માતાની માનસિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. બે નાના-ભાઈ બહેનો અને માતાની જવાબદારી દીકરી ઉપર આવી ગઈ હતી. તેથી નાની ઉંમરમાં દીકરી કારખાનામાં કામ કરીને પોતાની જવાબદારી નિભાવતી હતી. જ્યારે આજે દીકરીના મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment