મોરબીમાં લુખ્ખાઓ નો ત્રાસ સામે આવ્યો છે, મોરબી સુપર માર્કેટમાં વિદ્યાર્થીનીઓની ખુલ્લેઆમ છેડતી કરી રહેલા લુખ્ખાઓ નો વિડીયો સામે આવ્યો છે. જે કોઈનો પણ ડર રાખ્યા વગર પોતે જ કંઈક છે તેવું માનીને દીકરીઓને હેરાન કરી રહ્યા છે. જેનો વિડીયો સામે આવ્યો છે,
મળતી માહિતી અનુસાર મોરબી સુપર માર્કેટમાં જાહેરમાં વિદ્યાર્થીઓની છેડતી કરતા યુવકો નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ વીડિયોને જોઈને લોકો કહી રહ્યા છે કે, આ લુખ્ખાઓને પોલીસ સવાલે કરો. સીસીટીવી વીડિયોમાં જોઈ શકાય છે કે અમુક લુખ્ખાઓ જાણે વિદ્યાર્થીનીઓની રાહ જોઈને બેઠા હોય.
જેવી દીકરીઓ ત્યાંથી પસાર થાય છે અને તેની છેડતી લુખ્ખાઓ કરી રહ્યા છે.જોઈ શકાય છે કે જઈ રહેલી વિદ્યાર્થીનીઓની વચ્ચે પગ રાખી તેમને હેરાન કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આ પ્રકારની હરકત કરી રહેલા લુખ્ખાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેની તાત્કાલિક જરૂર છે.
મોરબી શહેરમાં દીકરીઓની છેડતી કરતા લુખ્ખાઓ સામે પોલીસ ક્યારે લાલ આંખ કરશે તે તો જોવું જ રહ્યું. વહેલામાં વહેલી તકે આવા લુખ્ખાઓ સામે કડક પગલાં ભરવામાં આવે તેવી મોરબી શહેરીજનોનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીની છેડતી મામલે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા આકરા પાણીએ જોવા મળી રહ્યા છે.
મોરબી સુપર માર્કેટમાં વિદ્યાર્થીનીઓની ખુલ્લેઆમ છેડતી કરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઈને કાંતિલાલ અમૃતિયા દ્વારા અસામાજિક તત્વોને છોડવામાં નહીં આવે અને લુખ્ખાઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment