હાલમાં સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. હાલમાં જ ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે અને આ નવરાત્રીમાં બધા એકટાણા કરીને ઉપવાસ કરે છે. જેનાથી માતાજી પ્રસન્ન થાય છે અને દરેક મનોકામના પૂર્ણ કરે છે એવું લોકોનું માનવું છે. પરંતુ આ નવરાત્રીમાં માતાજીએ સાક્ષાત દર્શન આપ્યા છે,
મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં નવરાત્રીમાં માતા રાણીએ સાક્ષાત દર્શન આપ્યા હોવાનો દાવો છે. મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના એક ડોક્ટર પરિવારમાં નવરાત્રીના પહેલા દિવસે દીકરીનો જન્મ થયો હતો. ખાસ વાત એ છે કે બાળકીના જન્મથી જ તેના હાથોમાં મહેંદી લગાવેલી છે, લોકો તેને ચમત્કાર કહી રહ્યા છે.
બાળકીને માં દુર્ગાનું રૂપ માનીને તેના દર્શને આવે છે. આ ઘટના હરદા જિલ્લાના રહત ગાંવની છે, જ્યાં નવરાત્રી ના પહેલા દિવસે ડોક્ટરના ઘરે એક બાળકીનો જન્મ થયો હતો. આશ્ચર્યની વાત એ છે કે છોકરીના હાથની તમામ દસ આંગળીઓમાં મહેંદી મૂકેલી છે.
શનિવારના રોજ નવરાત્રી નો પહેલો દિવસ હોવાથી આ બાળકી માટે આ દિવસ ખાસ બની ગયો હતો. લોકોએ કહ્યું કે માત્ર માતા દુર્ગાનો જન્મ થયો છે, બાળકી ના પિતા સૌરભ બિસ્વાસે ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે તેમના ઘરમાં પ્રથમ બાળકનો જન્મ છોકરી તરીકે થયો છે.
તેના પગ અને હાથ પર મહેંદી હોવા પર પિતાએ કહ્યું કે આ દૈવી નક્ષત્રોના મિલનને કારણે થયું છે અને આ દેવીનું સ્વરૂપ છે. હવે આ માતાજીનો ચમત્કાર છે કે વિજ્ઞાનનો ચમત્કાર ? પરંતુ લોકો તે બાળકીને માં દુર્ગાનું સ્વરૂપ કહી રહ્યા છે. જન્મજાત મેલાનોસાયટીક નેવુસ નામની સ્થિતિમાં બાળકોના જન્મ સમયે ત્વચા પર કાળા નિશાન હોય છે.
MP: हरदा जिले में जन्मी एक बच्ची चर्चा का विषय बनी हुई है. नवरात्रि के पहले दिन इस अनोखी बच्ची के जन्म को लोग चमत्कार मान रहे हैं, बच्ची की अंगुलियों पर मेहंदी लगी हुई है. उसका जन्म रहटगांव स्वास्थ्य केंद्र में शनिवार को हुआ डॉक्टरों का कहना है कि समय से पहले जन्म होने की वजह से pic.twitter.com/EvpzvFtOVJ
— Sushil Kaushik (@SushilKaushikMP) April 2, 2022
રહત ગાંવ હેલ્થ સેન્ટરના ડોક્ટર હર્ષ પટેલે જણાવ્યું કે મેડિકલ સાયન્સમાં આવું અવારનવાર થાય છે. મહેંદી ની હાજરી નો અર્થ એ છે કે છોકરી નો જન્મ અકાળે થયો છે. તેમણે કહ્યું કે સમય પહેલા પ્રસુતિના કારણે નવજાત શિશુમાં આવા નિશાન જોવા મળી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment