ખાતર ના ભાવ વધારાને લઇને ખેડૂતો સાથે મંત્રી રૂપાલા નો ઓડિયો ક્લિપ થયો વાયરલ.

ખાતર ના ભાવ વધારાને લઇને નખત્રાણાના ખેડૂત ની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. નખત્રાણાના ખેડૂતે કેન્દ્રીય મંત્રી રૂપાલાને ખાતરના ભાવ વધારા અંગે ફોન પર સવાલ કરી મૂંઝવી નાખ્યા હતા. પરસોતમ રૂપાલાએ ફોન પર ખેડૂતોને ખાતર ના ભાવ મુદ્દે જવાબ દેવાનું ટાળ્યું હતું.

ખેડૂતે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાને કહ્યું તમને ખોબે ખોબે મત આપ્યા, હવે ભાવ વધ્યું તેનું શુંં ? ઓડિયો ક્લિપમાં ખેડૂત કહી રહ્યો છે કે સાહેબ નખત્રાણા થી સાવન ઠક્કર વાત કરું છું. સાહેબ પોતે ખેડૂત છું જ્યારે ચૂંટણી હતી ત્યારે તમે નખત્રાણા આવ્યા હતા અને ત્યારે તમારા ઇન્ટરવ્યૂ મે સાંભળ્યા હતા.

તમે કહેતા હતા કે ખાતરમાં ભાવ વધારા પર કોંગ્રેસ રાજકારણ કરે છે અને ખાતર માં કોઈ ભાવ વધારો થયો નથી. સાહેબ ખાતરમાં તો ભાવ વધારો લાગુ પડી ગયો અને ચૂંટણી માટે જ ભાવ વધારો બાકી રાખ્યો હતો ને.

ચૂંટણી પછી તો ભાવ વધારો લાગુ પડી ગયો. ખેડૂત કઈ રહ્યો છે કે, ભાવ વધારો લાગુ પડી ગયું હવે અમારે ક્યાં જવું? ત્યારે તો તમે મનસુખ માંડવીયા અને આર.સી.ફળદુ કહેતા હતા.

કે કોઈજ પ્રકાર નો ભાવ વધારો લાગુ નહીં પડે અને આ કોંગ્રેસ રાજકારણ રમી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસ ક્યાંય ન આવી બધા ભાજપ છવાઈ ગયું.

હવે ત્યારે ભાવ વધારો લાગુ પડયો હતો ખેડૂતો કોની પાસે જશે? ખેડૂતોને પણ સવાલનો જવાબ આપવાનું પરષોત્તમ રૂપાલાએ ટાળ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*