આજે આપણે વાત કરીશું તો સુરત જિલ્લાની કે જ્યાં ચોરાસી તાલુકાના વાસણા ગામે આજરોજ શાળા પ્રવેશોત્સવની ઉજવણી ના ભાગરૂપે અતિથિ તરીકે કૃષિ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રીશ્રી મુકેશ પટેલ પધાર્યા હતા, ત્યારે શાળાની મુલાકાત લઇને શાળામાં ધોરણ 1 માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના સ્વાગત માટે ઉજવણી કરવામાં આવી હતી.
એવામાં ધોરણ 1 માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી એક નાનકડી પ્રાચીને મુકેશ પટેલે પોતાની ગોદમાં લઇ લાગણીસભર વાતો કરી હતી. ત્યારે અમુક એવા સવાલો પૂછ્યા હતા કે બેટા તારા પપ્પા શું કરે છે? ત્યારે એ નાનકડી પ્રાચીએ જવાબ આપ્યો હતો કે પિતા નથી ત્યારે આ પિતાની છત્રછાયા ગુમાવનાર આ બાળકીની કાલીઘેલી ભાષામાં પિતા ન હોવાનું દુઃખ છલકાતું હોવાનું મંત્રી મુકેશ પટેલ અનુભવ્યું હતું.
મુકેશ પટેલે પોતાની વેદના ઠાલવીને એ નાની બાળકીને પૂછ્યું કે તારે શું બનવું છે, ત્યારે એ બાળકીએ સરસ જવાબ આપ્યો અને કહ્યું કે તેને ડોક્ટર બનવાની ઈચ્છા છે. સ્વાભાવિક છે કે એક પિતાનો આધાર ગુમાવનાર બાળકીને પોતાના સપના પુરા કરવા માટે ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હોય છે.
એવામાં મુકેશ પટેલે એક સારી બાબત જણાવતા કહ્યું કે એ બાળકીને તેના અભ્યાસનો બધો જ ખર્ચ મુકેશ પટેલ આપશે. વિસ્તૃતમાં તેના પરિવાર વિશે વાત કરીશ તો જ્યારે પ્રાચી એક વર્ષની હતી ત્યારે તેમના પિતા એવા સંજયભાઈ પટેલ કે જેઓ 25 વર્ષની યુવા ઉંમરમાં સાપ કરડવાના લીધે અવસાન થયું હતું.
તેથી એ પિતા વિહોણી દીકરી પોતાની માતા સાથે વાસણા ગામના આમલી ફળિયા માં રહે છે. આ દીકરી પ્રાચીના માતા પરિવારનું ગુજરાન ચલાવવા માટે હજીરા માં આવેલી એક કંપની ઓઇલ એન્ડ પેકેજીંગ વિભાગમાં નોકરી કરે છે. પ્રાચી વિશે જાણવા મળ્યું હતું કે એ ભણવામાં ખૂબ જ તેજસ્વી છે, તેની ગ્રહણશક્તિ પણ ખૂબ જ સતેજ છે. તેના એક વર્ગ શિક્ષિકા એવા મનિષા પટેલે જણાવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment