રાજ્યની રૂપાણી સરકારે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન લાદવા અંગે કોઈ નિર્ણય લીધો નથી અને એવી કોઇ વિચારણા પણ ચાલતી નથી. અત્યારે જે 8 મહાનગરો સહિત 29 શહેરોમાં આંશિક લોકડાઉન અમલમાં છે તેમાં વધુ સાત શહેરો ઉમેરાયા છે અને બાકીના પ્રતિબંધ યથાવત્ રાખ્યા છે.
જે ગઈકાલે નિર્ણય આવ્યો છે. શહેરોમાં રાત્રિના 8 થી સવાર ના 6 વાગ્યા સુધી કર્ફ્યુ અમલમાં રહેશે. અનાજ કરીયાણા શાકભાજી ફળો, મેડિકલ સ્ટોર અને ડેરી પ્રોડક્ટ ઉપરાંત બેકરી અને ઘંટી જેવી દુકાનો ચાલુ રહેશે.
ફેક્ટરીઓ અને ઉદ્યોગગૃહો ઉપરાંત કન્ટ્રકશન પ્રવૃતિઓ ચાલુ રહેશે. ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફ, માર્ગદર્શિકા ના તમામ નિયમો સાથે હોટલ રેસ્ટોરન્ટ માં માત્ર ટેક અવે અને ટિફિન સેવા ઉપરાંત પેટ્રોલ પમ્પ.
ભોજપુરી અને ખાનગી સિક્યુરિટી ઉપરાંત કૃષિ પશુ સલગ્ન દુકાન સેવાઓ ખુલ્લી રહે છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ અને બેન્કિંગ ઇન્શ્યોરન્સ કંપની 50 ટકા સ્ટાફ સાથે ચાલુ રાખી શકાશે.
આવશ્યક ચીજવસ્તુ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે ઉપરાંત મોલ અને કોમર્શિયલ કોમ્પલેક્ષ પણ બંધ રહેશે. સિનેમાગૃહો, થિયેટરો, ઓડિટોરિયમ, વોટરપાર્ક, જીમ, બાગ બગીચા, મનોરંજનનાં સ્થળો.
વાળ કાપવાની દુકાન, સ્વિમિંગ પૂલ, બ્યુટી પાર્લર ઉપરાંત તમામ ધાર્મિક સ્થળો અને તમામ શૈક્ષણિક સંસ્થાઓ તથા કોચિંગ ક્લાસીસ (ઓનલાઇન સિવાય) બંધ રાખવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment