હાલમાં ગુજરાત રાજ્યમાં ઉનાળાની ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે હોળીની જ્યોત પરથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી સમયમાં ગરમી કેવી રહેશે અને ચોમાસાનું આગમન ક્યારે થશે આ બે બાબત પર મોટી આગાહી કરી છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ એપ્રિલ પછી આકરી ગરમીનો અનુભવ થશે. હોળીમાં પવનની દિશા મહત્વની માનવામાં આવે છે. ત્યારે હવામાન અંબાલાલ પટેલે હોળીની જ્યોત પરથી આગાહી કરી છે. અંબાલાલ પટેલે પવનની દિશા અને તેની અસરો અંગેના વલણ અંગે મહત્વની માહિતી આપી છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ પવનની દિશા વાયવ્ય તરફથી છે. એટલે કે આ વર્ષે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ સારું રહેશે. આ ઉપરાંત ઉનાળામાં ગરમીનું પ્રમાણ પણ વધારે રહેશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં અમદાવાદ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ ગરમીનું પ્રમાણે રહેશે.
ગ્રહોની અસર ના કારણે એપ્રિલ અને મે મહિનામાં તેમજ અવાર નવાર જૂન મહિનામાં પણ વાવાઝોડું તેમજ કમોસમી વરસાદનું પ્રમાણ વધારે રહેશે. અંબાલાલ પટેલે ચોમાસાને લઈને આગાહી કરતા કહ્યું કે, મે મહિનામાં પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, ઉત્તર અને પશ્ચિમ દિશામાંથી આવતા પવનના કારણે વંટોળિયા અને ભવંડર પેદા થશે. તેમને જણાવ્યું કે શરૂઆતમાં જ વરસાદનું પ્રમાણ રહેશે ત્યારબાદ અનિયમિત વરસાદ રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં અનિયમિત વરસાદ રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment