ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી દાઢી ધ્રૂજાવી દે તેવી ઠંડી પડી રહી છે. રાજ્યમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે.હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં થયેલી હિમવર્ષાને પગલે રાજ્યમાં કાતિલ ઠંડા પવનો ફુંકાવા નું શરૂ થઈ ગયું છે. રાજ્યના કિનારાના શહેરો તેમજ મહાનગર નુ તાપમાન 10 ડિગ્રી કે તેથી પણ ઓછું નોંધાયું છે. નવા વર્ષની શરૂઆતમાં ગણતરીના કલાકો બાકી રહ્યા છે.
ત્યારે ગુજરાત રાજ્યના જિલ્લાઓને લઈને હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ એક મોટી આગાહી કરી છે.ગુજરાત રાજ્યમાં મંગળવારના રોજ પોરબંદર, કેશોદ, ડીસા, નલિયા, ગિરનાર, કંડલા અને ગાંધીનગરના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે.
નવા વર્ષની શરૂઆતથી ઉત્તરાયણ સુધીમાં વધારે ઠંડી અને સાથે સાથે કમોસમી વરસાદ પણ પડશે. 31 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર ના પોરબંદર, જુનાગઢ.
ભાવનગર, ગીર સોમનાથ, તથા રાજકોટમાં ભારે શીત લહેર અનુભવાશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment