ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર સારા સમાચાર ગુજરાતમાં વરસાદ ને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આ વખતે ગુજરાત રાજ્યમાં સારો વરસાદ થઇ શકે છે. ગુજરાતના છેલ્લા ચાર દિવસથી અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે.
એના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી સમયમાં પણ સારો વરસાદ થઇ શકે છે. ઉપરાંત હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ કચ્છના કેટલાક જિલ્લાઓમાં પણ સારો વરસાદ થવાની સંભાવનાઓ છે. રાજ્યમાં 20 જુલાઈ બાદ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે.
છેલ્લા ચાર દિવસમાં રાજ્યમાં 118 તાલુકામાં સારો વરસાદ ખાબકી ચૂક્યો છે. રાજ્યમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ ને લીધે રાજયમાં ચોમાસુ સક્રિય થાય તેવી સંભાવનાઓ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને બે દિવસ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ ભારે ભારે વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને દમણમાં ભારે વરસાદની આગાહી છે. ઉપરાંત તાપી, ડાંગ અને સુરતમાં પણ ભારે વરસાદની સંભાવના ઓછી છે.
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ મધ્ય ગુજરાતમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. વરસાદની ફરી એક વખત એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment