ભારતના હવામાન વિભાગના જાણકારોએ અનુમાન લગાવ્યું છે કે આ વર્ષે સામાન્ય કરતા વધારે ઠંડી પડી શકે છે.વધારે ઠંડી નું માત્ર ને માત્ર કારણ ભારતીય હજારો કિલોમીટર દૂર આવેલા પ્રશાંત મહાસાગર ને માનવામાં આવી રહ્યું છે.રાજ્યમાં હવામાનની સચોટ આગાહી કરવા માટે જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે શિયાળાનો લઈને મોટી આગાહી કરી છે. તેમણે સમગ્ર ઋતુ કેવી રહેશે તેના અંગે અનુમાન વ્યક્ત કર્યું છે.અંબાલાલ ના અનુમાન મુજબ સમગ્ર ઋતુ અને ખેતી વિશે માહિતી આપવામાં આવી છે.
અંબાલાલ પટેલે માહિતી આપતા જણાવ્યું કે,હાલમાં પરોઢિયું વધુ ઠંડી પડશે અને આ મહિનાની 31 તારીખ થી 7 નવેમ્બર આસપાસ સુધી વાદળ વાયુ નું સર્જન થશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે 7મી નવેમ્બર આસપાસ સવારે ઠંડીનો ચમકારો આવી શકે છે અને 18-19 નવેમ્બર આસપાસ સવારે ઠંડીનો વધુ ચમકારો જોવા મળી શકે છે.જ્યારે દેશાવર ઠંડીનું આગમન ત્યારબાદ થશે.
અને આગામી 4 ડિસેમ્બર ઠંડીનું પ્રમાણ વધશે અને ન્યુનતમ તાપમાન ઉત્તર ગુજરાતના ભાગોમાં નીચું થશે.રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનું આગમન થઈ રહ્યું છે ત્યારે અમદાવાદના લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં સક્રિય થયેલા સાયક્લોનિક સરક્યુલેશન અસરથી રાજ્યમાં ઠંડા પવનોનું જોર વધારે વધ્યું છે.
અને અમદાવાદ સહિત રાજ્યના 14 શહેરમાં ઠંડીનો પારો 20 ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે.રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે અને આગામી ચાર દિવસમાં શહેરમાં ઠંડીનો પારો 18 ડિગ્રીથી નીચે જવાની આગાહી કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment