મધ્યપ્રદેશમાં પેટાચૂંટણીના તમામ બેટ આપો જીતવા માટે તમામ પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે.મધ્યપ્રદેશમાં પેટા ચૂંટણીના પગલે નેતાઓને આવવાનું યથાવત્ હોય છે ત્યારે જાહેર સભામાં તેમના પક્ષને ટેકો આપવા તેઓ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી રહી છે. એક જાહેરસભામાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપ ને બદલે કોંગ્રેસ માટે મત માગ્યા હતા.જો કે તરત જ તેમને તેમની ભૂલનો અહેસાસ થતા તેમણે માત્ર ભાજપના પક્ષમાં મત આપવાની અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે,
શનિવારે ભાજપના ઉમેદવાર ઇમરાતી દેવી ના સમર્થનમાં જ્યોતિરાદિત્ય સિંધિયા સભામાં ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમની જીભ લપસી ગઈ અને તેના મોઢામાંથી બહાર આવ્યું કે, 3 તારીખે પંજા વાળો બટન દબાવવામાં આવે. તેમને કહ્યું કે, મારા ડાબરા ના લોકો, મારા ભવ્ય અને જીવંત ડબરાના લોકો…મુઠ્ઠી બંધ કરીને ને મને ખાતરી આપો કે 3 તરીકે પંજા નું બટન દબાવશે.માર્ચ 2020 માં કમલનાથ સરકાર ના પતન નું સૌથી મોટું.
કારણ જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાનું હતું.સિંધિયા ની સાથે તેમના સમર્થક ધારાસભ્યોએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું અને ત્યાર બાદ ભાજપમાં જોડાયા હતા. આ રીતે વિધાનસભાની એક પછી એક 25 બેઠકો ખાલી થઈ ગઈ.
અને ધારાસભ્યોના નિધનના કારણે 3 બેઠકો ખાલી પડી હતી.પરિણામે મધ્યપ્રદેશના 28 બેઠકો પર પેટાચૂંટણી યોજવા જઇ રહી છે અને પેટાચૂંટણી માટે મતદાન 3 નવેમ્બરના રોજ થવાનું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!