હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ચોમાસાને લઈને કરી મોટી આગાહી… આ તારીખથી ગુજરાતમાં શરૂ થશે ચોમાસુ…

Meteorologist Ambalal Patel: બિપોરજોય વાવાઝોડાને લઈ હવે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલેની મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલ ની આગાહી કરી છે કે બિપોરજોય વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ જવાની શક્યતા છે. તેમણે ઉમેર્યું કે હજી ચોક્કસ રીતે બિપોરજોય વાવાઝોડું(Biporjoy storm) ક્યાં જશે તે અત્યારે ન કહી શકાય. અંબાલાલ પટેલે(Ambalal Patel) કહ્યું કે ઓમાન તરફ વાવાઝોડું ફંટાઈ જવાનું હોવા છતાં વરસાદની અસર ગુજરાતમાં રહેશે. અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને આગાહી કરતા કહ્યું કે વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ શકે છે.

વાવાઝોડાની અસરના ભાગરૂપે આવતીકાલથી કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે આગામી બે દિવસમાં ભારતમાં ચોમાસાનું આગમન થઈ જશે. આ સાથે ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને આગાહી કરતા કહ્યું કે 18 થી 19 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાના વરસાદનું આગમન થશે, આ સાથે ઉમેર્યું હતું કે ગુજરાતમાં ચોમાસું સારું બની રહેશે.

વાવાઝોડા થી હાલ મહારાષ્ટ્ર અને ગુજરાતને કોઈ ખતરો નથી, આ સાથે આ વાવાઝોડું ઉત્તર અને પશ્ચિમ દિશાથી ઓમાન તરફ વધશે. આ તરફ વાવાઝોડું આગળ જતા આવતી કાલથી બે દિવસ ભારે હવા ફુકાશે. આ તરફ હવે ગુજરાત અને મહારાષ્ટ્રના તટ પર 50 થી 70 કિમી પ્રતિ કલાકે ભારે પવન ફૂંકાશે. જેને લઇ આવતી કાલથી બે દિવસ દરિયાકિનારે ન જવા સલાહ આપવામાં આવી છે.

આ તરફ 10 અને 11 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને છૂટો છવાયો વરસાદ રહેશે. બિપોરજોય વાવાઝોડાની સંભવિત અસરને લઈને ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. જે અંતર્ગત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે, જેમાં ખાસ કરીને વલસાડ, ભરૂચ, ડાંગ, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે જ્યારે આ સાથે અમદાવાદમાં સૂકું વાતાવરણ રહેશે.

હવામાનની આગાહી કરી ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર હાલ મહારાષ્ટ્ર અને ગુજરાતને વાવાઝોડા થી કોઈ ખતરો નથી. આ સાથે આગાહી કરી છે કે વાવાઝોડું ઉત્તર પશ્ચિમ દિશા ઓમાન તરફ આગળ વધતું હોય આવતીકાલથી બે દિવસ ભારે પવન ફૂંકાશે. જેમાં ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના તટ પર 50 થી 70 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે.

સ્કાયમેટ અનુસાર 10 અને 11 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને છૂટો છવાયો વરસાદ રહશે. વાવાઝોડું હાલ ગોવા થી દક્ષિણ પશ્ચિમ સમુદ્રમાં 870 કિમી દૂર છે. આ સાથે મુંબઈથી દક્ષિણ પશ્ચિમ સમુદ્રમાં 930 કિ.મી દૂર છે, આ તરફ હવે આગામી ત્રણ દિવસ વાવાઝોડું ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે, જેને લઈને હવે આ વાવાઝોડાને કારણે વરસાદ થવાની સંભાવના છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*