ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે મહારાષ્ટ્રમાં પણ વરસાદે ગાભા કાઢી નાખ્યા છે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં પણ અતિભારે વરસાદ ખાબકયો છે તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ત્યારે બીજી તરફ સૌરાષ્ટ્ર ઘણા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
ત્યારે ગુજરાતમાં વરસાદી માહોલમાં હવામાન વિભાગે ફરી એક વખત વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર માં ધોધમાર વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
તેમજ હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, દાદરા નગર હવેલી, વલસાડ અને વાપીમાં ધોધમાર વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં દમણ, દાદરા નગર હવેલી, તાપી, ડાંગ, સુરત, વલસાડ અને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી અને કચ્છમાં અતિભારે વરસાદ ખાબક્યો હતો.
આજે દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારે ઉમરાગામ, વાપી, વલસાડ અને ધરમપુર માં જબરદસ્ત વરસાદ પડ્યો છે. આ ઉપરાંત વલસાડમાં છેલ્લા બે કલાકમાં સવા 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત વાપીમાં બે કલાકમાં સવા 6 ઈંચ વરસાદ પડી. ધરમપુરમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment