સુરતમાં વરસાદ ને લઈને હવામાન વિભાગની મોટી આગાહી,આગામી પાંચ દિવસ…

જીલ્લા કૃષી હવામાન વિજ્ઞાન એકમે સુરત જિલ્લાના હવામાનની આગાહી કરતા જણાવ્યું કે માંડવી અને માંગરોળ તાલુકામાં 21 મી સુધીમાં આકાશ એકદમ સ્વચ્છ અને ચોખ્ખું રહેવાની સાથે પાંચ દિવસના વરસાદની સંભાવના નથી. પરંતુ

માંડવી તાલુકામાં દિવસોમાં કલાકના 17 થી 25 કિલોમીટરની ઝડપે ઉત્તર પૂર્વીય પવન ફૂંકાશે જ્યારે સુરત શહેર અને જિલ્લાના બાકીના તાલુકામાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે.19 મી સુધી માં છુટા છવાયા વિસ્તારમાં હળવો વરસાદ અને ત્યારબાદ 21મી સુધી અતિ હળવો વરસાદ પડશે.

આ તાલુકામાં પાંચ દિવસ આકાશ મુખ્યત્વે સંપૂર્ણપણે વાદળછાયું રહેવાની સંભાવના છે. તે ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ વધુ રહેશે. પવનની ઝડપ માં કોઈપણ મહત્વપૂર્ણ ફેરફાર નથી. ખેડૂતોએ ડાંગર તેમજ અન્ય પાકો જે કાપણીની અવસ્થા હોય તેને મુલતવી રાખવાની તથા અગાઉના દિવસોમાં કાપેલો હોય તો પાકને વ્યવસ્થિત સંગ્રહ કરી લેવાની હવામાન અભ્યાસો અભિનવ પટેલ દ્વારા ખેડૂતોને સલાહ અપાઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*