ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, માત્ર 2 દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોમાં…

હાલમાં ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ભારે ગરમીના કારણે ગુજરાતની જનતા કંટાળી ગઈ છે. હવે ગુજરાતની જનતા વરસાદની રાહ જોઇ રહી છે. ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ એક ખુશીના સમાચાર આપ્યા છે. આ સમાચાર ખેડૂતો માટે લાભદાયક છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ભીમ અગિયારસ પછી રાજ્યમાં વાવણી લાયક વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. હવે ભીમ અગિયારસ આવી રહી છે. આ વર્ષે ખેડૂતો માટે સારો વરસાદ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ભીમ અગિયારસ પછી ગુજરાતના સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. ગુજરાત રાજ્યમાં આગામી 48 કલાકમાં વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ વર્ષે વરસાદ મધ્યમ રહેશે. ખાસ કરીને આ વર્ષે ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ રહેશે.

આજ સવારથી વાદળછાયું વાતાવરણ હોવાના કારણે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. કારણ કે જો કમોસમી વરસાદ પડયો તો કેરીના પાકને ભારે નુકશાન થઇ શકે તેવી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ની અસર જોવા મળી રહી છે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 9 તારીખ સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત હવામાન નિશાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં 15 તારીખ બાદ વરસાદનું આગમન થશે તેવી શક્યતાઓ છે. ગુજરાત રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*