પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીને રસ્તામાં મળ્યું મૃત્યુ : પુરપાટ ઝડપે જતાં ટ્રકે બાઇક પર સવાર બે વિદ્યાર્થીઓને અડફેટે લીધા, એક વિદ્યાર્થીનું મૃત્યુ…

Published on: 2:52 pm, Tue, 7 June 22

મિત્રો હાલમાં બનેલી કદરદાન અકસ્માતની ઘટના સામે આવી છે. વાલીયા-અંકલેશ્વર રોડ ઉપર વટારીયા ગામના પનિયારીના વળાંક પાસે એક હાઇવા ટ્રક ચાલકે બાઈક ચાલકને અડફેટેમાં લીધો હતો. જેમાં બાઇક પર સવાર ભરૂચના ત્રાલસા ગામના વિદ્યાર્થીનું કરુણ મૃત્યુ નીપજયું હતું.

આ અકસ્માતની ઘટનામાં અન્ય એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ હેમાંશુ સુરેન્દ્ર સોલંકી હતું. હેમાંશુ સોલંકી ત્રાલસા ગામની નવીનગરીમાં રહેતો હતો. તે પોતાના મિત્ર સાથે GJ 16 BE 2815 નંબરની બાઈક લઈને વાલિયાની પોલીટેકનીકલ કોલેજ ખાતે પરીક્ષા આપવા માટે જઈ રહ્યો હતો.

આ દરમિયાન તેણે રસ્તામાં અકસ્માત નડયો હતો. મળતી માહિતી અનુસાર વટારીયા ગામના પનિયારીના વળાંક પાસે એક પુરપાટ ઝડપે જતા GJ 05 BU 1189 નંબરના હાઇવા ટ્રકે બાઈક સવાર હેમાંશુ અને તેના મિત્રને અડફેટેમાં લીધા હતા. આ કારણોસર ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની ઘટનામાં હિમાંશુ સુરેન્દ્ર સોલંકી ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તેનું કરુણ મૃત્યુ નીપજયું હતું. જ્યારે હેમાંશુના મિત્ર આસીફ પટેલને અકસ્માતમાં ઇજા પહોંચી હતી. તેને સૌ પ્રથમ સારવાર માટે વાલીયા સામૂહિક કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો.

ત્યાંથી વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસની અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હિમાંશુના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. જવાન દીકરાનું મૃત્યુ થતાં માતા-પિતા પડી ભાંગ્યા હતા. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!