ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, રાજ્યમાં આગામી 5 દિવસ આ શહેરોમાં ધોધમાર વરસાદ…

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી અનેક વિસ્તારોમાં સાથે વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં વરસાદને લઈને ફરી હવામાન વિભાગે મોટી આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ સાઇકલોનીક સર્ક્યુલેશનને લીધે રાજ્યમાં આજથી આગામી પાંચ દિવસ અનેક વિસ્તારોમાં અતિ વધારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુલાબ વાવાઝોડું નબળું પડતાં તેના અસરના ભાગરૂપે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક પંથકોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પણ વરસાદની આગાહી છે.

આ ઉપરાંત ગુલાબ વાવાઝોડાની અસરના કારણે રાજ્યમાં વલસાડ, ભરૂચ અને સુરતમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત ગીર સોમનાથ, પોરબંદર અને જામનગર સહિતના પંથકોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં વરસાદની વાત કરીએ તો હજુ પણ રાજ્યમાં 11 ટકા વરસાદની ઘટ છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ સાર્વત્રિક વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં સિઝનનો કુલ 27 ઈંચ વરસાદ પડયો છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 39 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*