ગુજરાત રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારું એવું ચોમાસું જામ્યું છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં ધોધમાર વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં ડાંગ વલસાડ નવસારી અને સુરતમાં ભારે વરસાદની આગાહી છે. સાથે દાદરા નગર હવેલીમાં પણ સારો વરસાદ વરસી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બીજી તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જૂનાગઢ ભાવનગર અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર અને જામનગરમાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારે વરસાદની આગાહી ને લઈને હવામાન વિભાગે માછીમારોને ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી છે. જ્યારે વડોદરા ગાંધીનગર અને અમદાવાદવાસીઓને હજુ પણ વરસાદની રાહ જોવી પડશે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 20 કલાકમાં 98 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહીં અમરેલી સાવરકુંડલા ભાવનગર જૂનાગઢ રાજકોટ ગોંડલ પોરબંદર સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદમાં મૂકીને વરસ્યો હતો. જેના કારણે અહીંના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. નવસારીના ચીખલીમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો.
જેના કારણે અહીં ચારે બાજુ પાણીની રેલમછેલ થઇ ગઇ હતી. ત્યારે સૌરાષ્ટ્રમાં દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. બીજી તરફ જૂનાગઢના માંગરોળમાં તોફાની પવનના કારણે ભારે નુકસાન થયું છે. અનેક વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે જનતાને હવે ગરમીથી રાહત મળી છે. ધીમે-ધીમે સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment