માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો : ગાંધીધામમાં 9 વર્ષના બાળકનું માથું લિફ્ટમાં ફસાઈ જતા, બાળકનું કરૂણ મૃત્યુ…

Published on: 10:28 am, Sat, 25 June 22

હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં લિફ્ટમાં માથું ફસાઈ જતા 9 વર્ષના બાળકનું કરૂણ મૃત્યુ નિપજયુ છે. આ ઘટના કચ્છની આર્થિક નગરી ગણાતા ગાંધીધામ શહેરમાં બની હતી. અહીં સેક્ટર 2 ખાતે આવેલા પ્લોટ નંબર 41 ખાતેના બંગલામાં આ કરૂણ ઘટના બની હતી.

આ ઘટના બધા જ ચારે બાજુ માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર અહીં બંગલોમાં કામ કરવા આવેલી મહિલાનો પુત્ર રમતો રમતો લિફ્ટની અંદર પહોંચી ગયો હતો. આ દરમિયાન 9 વર્ષનો બાળક લિફ્ટની અંદર સ્વીચ દબાવવા જાય છે અને તેનું માથું લિફ્ટની અંદર ફસાઈ જાય છે.

આ ઘટનામાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. બાળકને સારવાર મળે તે પહેલા તો તેનું મૃત્યુ નીપજયું હતું. આ ઘટના બપોરના સમયે બની હતી. 9 વર્ષના વિશાલ નામના માસૂમ બાળકે આ ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. વિશાલ ઘરમાં રમતો રમતો લિફ્ટની અંદર પહોંચી ગયો હતો.

આ દરમિયાન તેને લિફ્ટની અંદર સ્વીચ દબાવી દીધી હતી. જેના કારણે તે ખૂબ જ ગભરાઈ ગયું હતું અને તે લિફ્ટની બહાર જતો હતો, ત્યારે તેનું માથું લિફ્ટ ની અંદર ફસાઈ ગયું હતું. આ ઘટના બનતા જ બાળકની માતાએ બૂમાબૂમ કરી મૂકી હતી. બાળકની માતા તો થોડીક વાર માટે સાનભાન ભૂલી ગઈ હતી.

આ ઘટના ઘરમાં રહેતા સભ્યો અને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં વિશાલ ને બહાર કાઢીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે આદિપુર રામબાગ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.વિશાલના મૃત્યુના કારણે પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં પણ માતમ છવાઇ ગયો હતો. હજુ સુધી આ ઘટનાની કોઈપણ પ્રકારની ફરિયાદ કરવામાં આવી નથી. આ ઘટના માતા-પિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો : ગાંધીધામમાં 9 વર્ષના બાળકનું માથું લિફ્ટમાં ફસાઈ જતા, બાળકનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*