આપણી ગુજરાતની પાવન ધરતી ને પવિત્ર માનવામાં આવે છે ગુજરાતની ધરતી પર દેવી દેવતાઓનો વાસ છે અને સાધુ-સંતો થી ભરપુર છે અહીં કેટલાક મંદિરો એવા પણ છે જ્યાં દેવી દેવતાઓ મંદિરમાં સાક્ષાત પરચા બતાવે છે. ત્યારે આપણે આજે એક એવા જ મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જ્યાં મેલડીમાતા હાજરાહજૂર છે.
ત્યારે કહેવાય છે કે આપણા ગુજરાતમાં ઠેરઠેર દેવી દેવતાઓના મંદિરો આવેલા છે અને તેઓ હાજરાહજૂર બિરાજમાન પણ છે. ભાવનગરના જુના શિહોર વિસ્તારમાં શ્રી ગોંદરાવાળા મેલડી માતાજીનું મંદિર આવેલું છે જે મંદિરમાં માતા મેલડી સાક્ષાત બિરાજમાન છે અને તેઓ કેટલીક વાર તેમના પરચા પણ બતાવે છે.
ત્યારે મેલડી માતાના આશીર્વાદ લેવા માટે લોકો ઠેર ઠેરથી ઉમટી પડે છે અને આ મંદિરમાં જે ભક્તો ની મનોકામના પૂર્ણ થાય ધન્યતા અનુભવે છે અને મેલડી માતાના દર્શન માત્રથી લોકોના દુઃખ દૂર થાય છે. અહીં મંગળવારે અને રવિવારે ભક્તોનું ઘોડાપુર જોવા મળે છે. અહીં દર રવિવારે બાળકોને બટુક ભોજન પણ કરાવવામાં આવે છે.
ત્યારે કહેવાય ને કે મેલડી માં અપરંપાર પરચાઓ છે એટલે જ ભક્તો અહીં દર્શનાર્થે થી આવી ને પોતાના દુઃખ દૂર થાય છે દર્શનાર્થીઓ માતા મેલડી ના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવે છે. મેલડી માતાજીના મંદિરમાં ઘણા ભક્તો પોતાનું દુઃખ દૂર થાય તે માટે ખૂબ જ શ્રદ્ધાથી અને આસ્થાથી દર્શન કરવા આવે છે.
અને મેલડી માતાના દર્શન માત્રથી ખુશ થઈને હસતા મોઢે ઘરે પરત ફરે છે. માં મેલડી ના આશીર્વાદ થી દરેક ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે તેથી તેઓ અહીં પોતાની યથાશક્તિ પ્રમાણે દાન ભેટ પણ કરતા હોય છે અને ભક્તો ઘણી શ્રદ્ધા અને આસ્થા પણ રાખતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment