વડોદરાના આ પરિવાર દીકરાના લગ્નની બનાવી અનોખી કંકોત્રી, બધા મહેમાનો કંકોત્રી જોઈ ને…

Published on: 3:33 pm, Fri, 1 April 22

હાલ ચાલી રહેલા લગ્ન સિઝન માં લોકો લગ્નને યાદગાર બનાવવા માટે ઘણા એવા ખર્ચાઓ પણ કરે છે અને લગ્નને યાદગાર બનાવે છે અને કેટલાક લોકો લગ્નને યાદગાર બનાવવા માટે અલગ અલગ વિચાર કરીને બધાથી અલગ કરવા ઈચ્છતા હોય છે ત્યારે ઘણા લગ્ન પ્રસંગમાં વરરાજા હેલિકોપ્ટરમાં પણ જાન લઈને આવતા હોય છે‌. અને લગ્નમાં લોકોને આમંત્રણ આપવા માટે અવનવી પત્રિકાઓ પણ છપાવતા હોય છે.

ત્યારે આજે આપણે એક વડોદરા ના પરિવાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં દીકરાના લગ્નમાં અનોખી પત્રિકાઓ છપાવીને જેને જોઇને તમને પણ નવાઇ લાગશે. વિસ્તૃત માં જણાવતા કહીશ કે વડોદરામાં રહેતા શાહ પરિવાર માં એક દિકરાના લગ્ન હતા ત્યારે તેના દીકરાના લગ્નને યાદગાર બનાવવા માટે લોકોને આમંત્રિત કરવા માટે તેવી પત્રિકાઓનો છપાવી કે કન્યા પક્ષના લોકો પત્રિકાઓ જોઈને આશ્ચર્યચકિત થઈ જશે.

આ શાહ પરિવારે તેમના દિકરાના લગ્નમાં અનોખી એટલે કે ચેક બુક અને પાસબુક જેવી પત્રિકાઓ છપાવી હતી. આ દીકરા ના લગ્ન શિનોરમાં રહેતી એક દીકરી સાથે નક્કી કર્યા હતા. ત્યારે તેમના વિશે વાત કરીએ તો શિનોરમાં રહેતા વિજયભાઈ શાહની દીકરી ભૂમિકાએ તેમના લગ્ન ઉમરેઠમાં હરેશભાઈ શાહ ના દિકરા સાથે કર્યા હતા.

આ ભૂમિકા અને ધવલના ૧૧ ફેબ્રુઆરીના દિવસે લગ્ન કરવામાં આવ્યા હતા તેઓનું જીવન એકદમ સુખમય બને અને તેમના લગ્ન ના વખાણ થાય તેવું તેઓ ઈચ્છતા હતા. આ અનોખી પત્રિકા ના ઉપર ના ભાગે ભારતીય સ્ટેટ બેન્ક એવું લખાયું હતું અને આ પત્રિકા નું કવર પાસબુક જેવું બનાવવામાં આવ્યું હતું.

અંદરનો ભાગ ચેકબુક ટાઇપનો બનાવવામાં આવ્યો હતો. ત્યારે આ પત્રિકામાં જગ્યા પર બ્રાન્ચ નું નામ આપ્યું હોય ત્યાં પરિવાર ના ઘરનું એડ્રેસ અપાવ્યું હતું. ત્યારે તે જગ્યા પર એકાઉન્ટ નંબર હોય છે. તે જગ્યા પર મોબાઈલ નંબર લખ આપવામાં આવ્યો હતો.

લગભગ તો આવી આમંત્રણ પત્રિકાઓ પહેલીવાર જોઇ હશે અને આ પરિવારના લોકોએ દીકરાના લગ્નમાં આવી અનોખી પત્રિકાઓ છપાવીને લગ્નને યાદગાર બનાવ્યા. વડોદરામાં પરિવારે તેમના દિકરાના લગ્નમાં બધા લોકોને લગ્નની યાદગાર રહે તેવા હેતુથી આવી અલગ જ પ્રકારની અનોખી પત્રિકાઓ છપાવી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વડોદરાના આ પરિવાર દીકરાના લગ્નની બનાવી અનોખી કંકોત્રી, બધા મહેમાનો કંકોત્રી જોઈ ને…"

Leave a comment

Your email address will not be published.


*