મહેસાણાના શોભાસણ ગામના રહીશ અને ઓએનજીસિમાં ચેકમેટ કંપનીના સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા એક યુવાને પોતાની બે માસૂમ બાળકી સાથે કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટના બુધવારના રોજ બની હતી.
યુવાને પોતાની બે નાનકડી બાળકીને સાથે ખારાઘોડા કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા રબારી પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
મળતી માહિતી અનુસાર શોભાસણ ગામે રહેતા શૈલેષભાઈ રાયમલભાઈ દેસાઈ નામના યુવાને બુધવારના રોજ પોતાની દીકરી વિશ્વા અને હેતવી સાથે કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. વિશ્વની ઉંમર 7 વર્ષની હતી અને હેતવીની ઉંમર 3 વર્ષની હતી.
મળતી માહિતી અનુસાર કેનાલમાં ઝંપલાવી બાદ ત્યાંથી પસાર થઇ રહેલા એક વ્યક્તિએ ત્રણ વર્ષની બાળકીને કેનાલના પાણીમાં તરતી જોઈને તેને બચાવી હોસ્પિટલ પહોંચાડી હતી.
પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું કરુણ મૃત્યુ થયું હતું. ત્યારબાદ પોલીસે કેનાલમાં તપાસ શરૂ કરી ત્યારે કેનાલ પાસેથી શૈલેષભાઈ દેસાઈની બાઈક અને મોબાઇલ મળી આવ્યું હતું. મોબાઈલ ફોનમાંથી અન્ય વ્યક્તિને ફોન કરીને શૈલેષભાઈ ની ઓળખ કરવામાં આવી હતી.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. શૈલેષભાઈ રબારી એ કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવી લીધું તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઇને રબારી પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment