મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ…! સુરતના કામરેજમાં ધોધમાર વરસાદ, રસ્તાઓમાં ગોઠણ સુધી પાણી ભરાઈ ગયું, માત્ર 2 કલાકમાં આટલા ઈંચ વરસાદ વરસ્યો…

ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ચોમાસુ આગળ વધી રહ્યું છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ કારણોસર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ત્યારે સુરતના કામરેજમાં સમી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અચાનક જ ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.

સુરતના કામરેજ વિસ્તારમાં માત્ર 3.5 ઈંચ વરસાદ ખાબકયો હતો. આ કારણોસર ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા. ભુવન એટલો જોરદાર હતો કે ઘરના પતરા પણ ઉડી ગયા હતા. રસ્તાઓ પાણીથી રેલમછેલ થઇ ગયા હતા. ધોધમાર વરસાદના કારણે કામરેજ ગામમાં જતાં સર્વિસરોડના હાઈવે પર પાણી ભરાઇ ગયા હતા.

રસ્તાઓમાં ગોઠણ સુધી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. જ્યારે કીમમાં ધોધમાર વરસાદ પડવાના કારણે પતરા ઉડયા હતા અને અમુક ઝાડ પણ ધરાશાયી થયા હતા. સુરતમાં રાત્રે ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સુરતના કામરેજ માં સારો એવો વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વરસાદ સુરતના કામરેજમાં પડ્યો છે. સુરત જિલ્લામાં કામરેજમાં 86 મિમી વરસાદ, પલસાણામાં 32 મિમી વરસાદ, ઉમરપાડામાં 31 મિમી વરસાદ, મહુવામાં 17 મિમી વરસાદ, બારડોલીમાં 5 મિમી વરસાદ અને માંગરોળમાં 1 મિમી વરસાદ વરસાદ ખાબક્યો છે.

ભારે વરસાદને લઇને હવામાન વિભાગે પણ મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ છે. 24 થી 26 જૂનના રોજ નવસારી, ડાંગ, સુરત, વાપી, વલસાડ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

આ ઉપરાંત હવામાન વિભાગે પણ ઉત્તર ગુજરાત અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. સુરતમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*