ગુજરાતમાં હાઇવે રોડ અને અનેક શહેરના રોડ રસ્તામાં દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. અમુક વખત સાવ સામાન્ય અકસ્માત થયો હોય છતાં પણ વ્યક્તિના મૃત્યુ થયા હોય છે. જ્યારે અમુક વખત ખૂબ જ ગંભીર અકસ્માત થયું હોય પરંતુ કોઈનો પણ વાળ પણ વાંકો થયો ન હોય.
ત્યારે હાલમાં બનેલો તેવો જ એક કિસ્સો સામે આવી રહ્યો છે. નવરાત્રીના પાવન અવસર પર માતાજીના દર્શન કરવા જઈ રહેલી 55 મહિલાઓથી ભરેલી બસને રસ્તામાં ગંભીર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાણ હાની થઈ નથી. ફક્ત બસમાં સવાર મહિલાઓને નાની મોટી ઈજા પહોંચ.
દાહનોથી બાલાજી ટ્રાવેલ્સ નામનો લક્ઝરી બસ 55 મહિલાઓને ભરીને નવરાત્રી નિમિત્તે માતાજીના દર્શન કરવા જઈ રહ્યા હતા. સૌપ્રથમ મહિલાઓએ ઉનાઈ માતાજીના દર્શન કર્યા હતા. ત્યાર પછી ત્યાંથી દર્શન કરીને આગળ વલસાડના વિશ્વંભરી માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો.
સોનવાડા હાઇવે પર અજાણ્યા વાહન ચાલકે અચાનક જ બસને ઓવરટેક કરી હતી. જેના કારણે બસ ચાલક બસને બચાવવા જાય છે. આ દરમિયાન આગળ જતા ટ્રક સાથે બસે જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ખૂબ જ મોટો અવાજ આવ્યો હતો.અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ઈજાગ્રસ્ત થયેલા લોકોની મદદ કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ અને 108 ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી ફક્ત બસમાં બેઠેલી મહિલાઓને નાની મોટી ઈજા પહોંચી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment