વડોદરામાં બનેલી એક દુઃખદના સામે આવી છે. વડોદરાના વાઘોડિયા તાલુકાના ગોરેજ ગામ પાસેથી પસાર થતી દેવી નદીમાં કપડાં ધોઈ રહેલી 15 વર્ષની દીકરીને મગર નદીમાં ખેંચી ગયો હતો. આ ઘટનામાં મગર દીકરીના હાથમાં અને પગના ભાગે બચકાં ભર્યા હતા. આ કારણોસર દીકરીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા વડોદરા ઈ.આર.સી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
મળતી માહિતી અનુસાર ઘટના સ્થળેથી લગભગ 50 મીટર દૂર દીકરીનું મૃતદેહ મળી આવ્યું હતું. ત્યારબાદ દીકરીને મૃતદેહને પોલીસને સોંપવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં વાઘોડિયા તાલુકાના મનહરપુર ગામમાં રહેતી 15 વર્ષે તુલસી હરેશભાઈ નાયકાનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.
મળતી માહિતી અનુસાર તુલસી વાઘોડિયા તાલુકાના વલવા ગામમાં મામાના ઘરે રહેવા ગઈ હતી. તુલસી અને તેની બહેનપણી સવારે ગોરજ મુન્ની આશ્રમ પાછળથી પસાર થતી દેવી નદીમાં કપડાં ધોવા માટે ગઈ હતી. તુલસી અને તેની બહેનપણી કપડા ધોવામાં મુશ્કેલ હતી.
આ દરમિયાન નદીમાં રહેલો મગર પોતાની પૂંછડી વડે તુલસી પર જબરદસ્ત પ્રહાર કરે છે અને તુલસીને નદીમાં ખેંચી જાય છે. આ દ્રશ્ય જોઈને તુલસીની બહેનપણીએ બૂમાબૂમ કરી હતી પરંતુ આસપાસ કોઈ હાજર હતું નહીં. ખૂંખાર મગર તુલસીને 50 ફૂટ દૂર નદીમાં ખેંચી ગયો હતો.
આ ઘટનાની માહિતી મળતા સ્થાનિક લોકો તાત્કાલિક મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા ઇ.આર.સીના જવાનો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ તેઓ તુલસીને શોધવા માટે નદીમાં ગયા હતા. નદીમાં ભારે શોધ ખોળબાદ દીકરી તુલસીનું મૃતદેહ મળી આવ્યું હતું.
આ ઘટનામાં તુલસી ના પગ અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તુલસીના મૃત્યુના કારણે વલવા ગામ અને તેના મૂળ વતન મનહરપુર ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. દીકરીના મૃતદેહને જોઈને માતા-પિતા ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment