સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, આ વિસ્તારોમાં વરસાદ ગાભા કાઢી નાખશે….

Published on: 10:16 am, Sat, 2 July 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. જ્યારે વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે તેવા સંકેતો આપવામાં આવ્યા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ શહેરમાં હજુ પણ આગામી 4 દિવસ સુધી સારો એવો વરસાદ જણાતો નથી. જ્યારે આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગ દ્વારા સુરત વલસાડ અને નવસારીમાં આગામી મંગળવારથી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 176 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વરસાદના સુરતના પલસાણામાં પડ્યો છે. પલસાણામાં છેલ્લા 24 કલાકમાં 209 મિમી વરસાદ ખાબક્યો છે. જ્યારે બનાસકાંઠાના દિયદરમાં 190 મિમી, નવસારીના ખેરગામમાં 144 મિમી વરસાદ ખાબકીઓ છે.

આ વિસ્તારોમાં વરસાદ ખાબકતા જનતાને ગરમીથી રાહત મળી છે. આજરોજ સવારે 6:00 વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં 57 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. અષાઢી મહિનો બેસતા જ ગુજરાતના અનેક વિસ્તારોમાં સારે આવો વરસાદી માહોલ જામ્યા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજરોજ રાજ્યમાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં સારો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. રવિવારના રોજ અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, જામનગર, વલસાડ, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી કરી છે.

સોમવારના રોજ દ્વારકા, કચ્છ, પોરબંદર, વલસાડ અને નવસારીમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જ્યારે મંગળવારના રોજ દાદરા નગર હવેલી, સુરત, વલસાડ, નવસારી અને દમણમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત મંગળવારના રોજ ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, તાપી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વલસાડ, આણંદ અને દીવમાં ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, આ વિસ્તારોમાં વરસાદ ગાભા કાઢી નાખશે…."

Leave a comment

Your email address will not be published.


*