ગુજરાતના લોકસાહિત્યકાર અને ગુજરાતનું ઘરેણું એવા રાજભા ગઢવીને તો નાના બાળકોથી લઈને મોટા વૃદ્ધ લોકો પણ ઓળખે છે ને તેમના ચાહક છે. રાજભા ગઢવી હાલમાં ગુજરાતના યુવાનોને લોકસાહિત્યની રસોઈ પીરસી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં રાજભા ગઢવી રાજભા ગઢવી થઈ રહ્યું છે
કારણકે તેઓએ ગિરનાર નેહડામાં 19 દીકરીઓના લગ્ન કરાવી રહ્યા છે. મિત્રો રાજભા ગઢવીએ દરેક દીકરીઓને પાછી દુજની ગાય આપી છે.જ્યારે રાજભા ગઢવી ને પૂછવામાં આવ્યું કે તમને દીકરીઓને ગાયો આપવાનો વિચાર કેમ આવ્યો ત્યારે તેઓએ જવાબ આપતા કહ્યું કે આપણે ઘણી બધી વાર્તાઓમાં અને ઘણી બધી વાર જોયું પણ છે
કે જ્યારે દીકરી સાસરે જતી હોય છે ત્યારે પોતાની ગાયને વળગીને રડતી હોય છે. જો દીકરીના સાસરીયે ગાય જશે તો દીકરીને પણ એમ થશે કે મારા પિયરનું કોક અહીં છે. અને સાસરિયાઓને ગાયનું દૂધ મળશે તો તે પણ હરખમાં રહેશે. અને તેઓ આગળ કહ્યું કે આપણી સનાતન સંસ્કૃતિમાં ગાયોના દાનના ઉલ્લેખ પણ છે
અને આ આજકાલનું નથી વર્ષોથી ચાલ્યો આવે જ છે. અમે અહીં 20 જેટલી દીકરીઓને કન્યાદાન આપી રહ્યા અમે અહીં 20 જેટલી દીકરીઓને કરિયાવર આપી રહ્યા છીએ જ્યારે લગ્ન 19 દીકરીના જ છે. સાથે સાથે રાજભા ગઢવી એ કહ્યું કે દરેક લોકોને પોતાની કમાણીના 10 ટકા સમાજ સેવા લોકકલ્યાણના અર્થે વાપરવા જોઈએ.
ગીર નો સાવજ એટલે કે રાજભા ગઢવી એક સમયે ભેસો ચરાવીને પોતાનું ગુજરાન માંડ માંડ ચલાવી રહ્યા હતા ત્યારે કુદરતની કૃપા અને તેમની મહેનત તો જુઓ આજે ભગવાને તેમને એટલું બધું આપ્યું છે તેમ છતાં થોડોક પણ અહમ નથી અને 19 દીકરીઓના આવા સુંદર ભવ્ય સમૂહ લગ્ન કરાવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment