આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા મીડિયા સમક્ષ એક મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટી આજે ગુજરાતના ઘર ઘર સુધી પહોંચી ચૂકી છે. પાછલા દિવસોમાં આપણે જોયું કે ભારત સરકારના આઈ બીના રિપોર્ટ પ્રમાણે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવવાની સ્થિતિમાં છે. પરંતુ પાતળી બહુમતી સાથે આ સરકાર બની રહે છે.
ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતના નેતાઓ તથા કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે આપણે હજુ વધુ મહેનત કરવાની છે અને એક મજબૂત બહુમતી વાળી સરકાર બનાવવાની છે. ત્યારે આમ આદમી પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે અને ઘર ઘર પહોંચાડવા માટે અનેક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ અનુક્રમામા આજે ઉદેસિંહ ચૌહાણ પોતાની વિશાળ સમર્થકો ની ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
ગોપાલ ઇટાલીયા ઉદેસિંહ ચૌહાણ વિશે વાત કરતા જણાવ્યું કે, બાલાસીનોરથી ખેડા જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે અને તેઓ ખેડા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ જિલ્લાના કોંગ્રેસ ઉપપ્રમુખ તરીકે હાલમાં કાર્યરત હતા અને હમણાં જ રાજીનામું આપ્યું છે. તેઓ પાલીખંડા દૂધ સહકારી મંડળીના ચાલુ ચેરમેન તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ ક્ષત્રિય સમાજના આગેવાન છે તથા સમાજ માટે ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે. ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે ઉદેસિંહ ચૌહાણ છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક અને રાજકીય પ્રવૃતિઓમાં સક્રિય છે. હું ઉદેસિંહ ચૌહાણનું આમ આદમી પાર્ટીમાં ખુબ ખુબ સ્વાગત કરું છું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment