મિત્રો હજુ તો માંડ માંડ સાળંગપુરમાં હનુમાનજીના અપમાનના વિવાદોનો અંત આવ્યો છે. ત્યારે હાલમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીના કારણે ફરીવાર વિવાદ ઊભા થયા છે. વિગતવાર વાત કરીએ તો વડતાલ સંસ્થાના બ્રહ્મસ્વરૂપ સ્વામી ખોડીયાર માતાજી ઉપર વિવાદિત નિવેદનો આપ્યા છે.
જેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયો વાયરલ થયા બાદ લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્વામીના આ નિવેદન ઉપર ઘણા બધા લોકોએ પોતાના નિવેદન આપ્યા છે. ત્યારે રાજભા ગઢવી બાદ મણીધર બાપુએ બ્રહ્મસ્વરૂપ સ્વામી પર શાબ્દિક પ્રહાર કર્યા છે.
કબરાઉ મોગલ ધામના ચારણ ઋષિ એવા મણીધર બાપુએ બ્રહ્મસ્વરૂપ સ્વામી અને સ્વામિનારાયણ સંપ્રદાયને આડેહાથ લીધા હતા. મણીધર બાપુએ પોતાનો રોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે, હરામનું ખાઈ ખાઈને એની બુદ્ધિ બહેર મારી ગઈ છે. માં ખોડીયારનું તમે અપમાન કરો છો.
હવે તો તમને હાંકી કાઢવાના છે, ખદેડવાના છે. ઘરમાં સામે રાક્ષસો ન બોલવાનું બોલે ત્યારે મા ભેળી હોય છે. આ રાક્ષસ કોઈ બોલી ગયો છે. 25 20 માણસ ત્યાં જાઓ અને આને બહાર કાઢીને ધસેડો, ખૂંખારાની ખિસકોલી આંબાનો રસ શું જાણે? તમે હરામનું ખાઈ રહ્યા છો અને આવા જેટલા રાક્ષસ છે એને ખદેડવાના છે.
હાલમાં તો સોશિયલ મીડિયા પર ચારેય બાજુ બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ આપેલા નિવેદનની ચર્ચાઓ ચાલી રહી છે. તેમના આ વિવાદિત નિવેદનના કારણે લોકો ભારે ગુસ્સામાં ભરાયા છે. સ્વામિનારાયણ વિવાદિત નિવેદનને લઈને તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment