મિત્રો હજુ થોડાક દિવસ પહેલા જ દ્વારકામાં યોજાયેલા ભવ્ય “આહીરાણી મહારાસ” વિશે તો તમે જાણતા જ હશો. આ મહારાસના કેટલાક ફોટો અને વિડીયો તમે સોશિયલ મળ્યા પર જોયા જ હશે. મિત્રો તમને જણાવી દઈએ કે, ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં આહીર સમાજ દ્વારા આ ભવ્ય મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે આશરે 37,000 થી પણ વધારે આહિર સમાજની માતાઓ અને દીકરીઓ રાસ રમી હતી. ઉપરાંત માતાઓ અને દીકરીઓએ પોતાની ભક્તિ ભગવાન દ્વારકાધીશના ચરણે ધરીને પોતાના સાંસ્કૃતિક વારસાના દર્શન કરાવ્યા.
મિત્રો તમને જણાવી દઈએ કે, આહિરાણી મહારાસની ચર્ચાઓ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં ચાલી રહી છે. ત્યારે કચ્છના કબરાઉ ધામમાં બિરાજમાન મણિધર બાપુએ આ મહારાસ વિશે પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જગત વિખ્યાત મંદિર દ્વારકામાં મહારાસ રમવા માટે 37,000 દીકરીઓએ રજીસ્ટ્રેશન કર્યું હતું.
પણ 45,000 જેટલી દીકરીઓ મહારાસ રમી છે. ખરેખર મારી જિંદગીમાં મેં પહેલા આવું ક્યારેય નથી જોયું. વધુમાં મણીધર બાપુ ઘણું બધું કહે છે જે તમે નીચે આપેલા વીડિયોમાં સાંભળી શકો છો. હાલમાં મણીધર બાપુનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment