14 વર્ષની માસુમ ધૈર્યા કેસને લઈને મણીધર બાપુએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો, મણીધર બાપુએ ગુસ્સામાં કહ્યું કે “આ બાપ નો કહેવાય રાક્ષસ કહેવાય…” – જુઓ વિડિયો

ગુજરાતના ગીર સોમનાથ તાલાલા તાલુકાના ધાવા ગીર ગામમાં ધૈર્યા નામની 14 વર્ષની માસુમ દિકરીનો તેના પિતા અને મોટા બાપુ જે મળીને જીવ લઇ લીધો છે. આ ઘટનાએ ગુજરાતના દરેક લોકોને હચમચાવી દીધા છે. હાલમાં ચારે બાજુ આ ઘટનાની ચર્ચાઓ ચાલી રહી છે. મિત્રો તમને જણાવી દઈએ કે અંધશ્રદ્ધામાં માસુમ દીકરીનો જીવ લેવામાં આવ્યો છે.

દીકરીને એટલું દર્દનાક મૃત્યુ આપવામાં આવ્યું છે કે સાંભળીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. આ ઘટનાની ચર્ચા ચારેબાજુ ચાલી રહી છે. આ ઘટનાને લઈને કબરાઉ ધામના મણીધર બાપુએ આક્રોશ વ્યક્ત કર્યો છે. જેનો ઓડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા ઓડિયોમાં તમે સાંભળી શકો છો કે એક પત્રકાર સૌપ્રથમ સમગ્ર ઘટના મણીધર બાપુને વિગતવાર જણાવે છે.

મણીધર બાપુ શાંતિથી આ સમગ્ર ઘટના સાંભળે છે. ત્યારબાદ મણીધર બાપુ જણાવે છે કે, ‘ આ પરિવારને માં મોગલ ક્યારેય માફ નહીં કરે… આ બાપ નો કહેવાય રાક્ષસ કહેવાય… દીકરી મા મોગલને પ્રાણ વાલી છે, ફુલ જેવી દીકરી સાથે આવું થયું…’ હું અંધશ્રદ્ધાનો ખૂબ જ મોટો વિરોધી છું.

વધુમાં મણીધર બાપુએ વાત કરતા જણાવ્યું કે આ ઘટનાની તપાસ કરી રહેલા PSIને કહું છું કે, માં મોગલ આદેશ અને આશીર્વાદ છે કે આ રાક્ષસોને છોડશો નહીં. મણીધર બાપુએ કહ્યું કે આ ઘટનામાં આરોપીઓનો સાથ દેનાર, તેને સલાહ આપનારને છોડશો નહીં.

આવા લોકોને જાહેરમાં બધા જોવે તેમ ફાંસી ઉપર લટકાવી દેવા જોઈએ. આવો અને જેલમાં મોકલતા નહીં… બધા ભાળે તેમ આવવાને ફાંસીએ લટકાવી દો, જેથી આવા બનાવ દેશમાં થતા બંધ થાય. વધુમાં મણીધર બાપુ એ વાત કરતા જણાવ્યું કે, આ તો સોરઠની ધરતી, સંત-સુરાની ધરતી…જ્યાં માં મોગલ બેઠી હોય અને આ રાક્ષસના પેટનાઓ આવું કરતા હોય… આવી ઘટનાઓથી મને ખૂબ જ આક્રોશ છે.

કેમકે હું માસુમ દીકરીની વેદના જોઈ શકતો નથી. વધુમાં મણીધર બાપુએ લોકો અને પોલીસને કહ્યું કે, આ ઘટનાના આરોપીઓને મુકતા નહીં, કડકમાં કડક સજા અપાવજો. કારણકે આ ખોટી ના એ જ્યારે દીકરીનો જીવ લીધો ત્યારે તેનો હાથ નહીં ધ્રુજ્યો હોય. હું પોલીસવાળા અને તમને બધાને કહું છું કે આવા કોઈપણ ધતિંગડાને જુઓ તો તેને મુકતા નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*