ઉનાળો શરૂ થતાં જ કેરીની આવક શરૂ થઇ ગઇ છે. પરંતુ આ વર્ષે કેરીના ભાવ ગયા વર્ષ કરતા બમણા ચૂકવવા પડશે. ગયા વર્ષે ગુજરાત રાજ્યમાં તાઉતે વાવાઝોડાએ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં બાગાયત પાકુને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું હતું.
વાવાઝોડાના કારણે સૌથી વધુ આંબાના ઝાડ અને નારીને નુકસાન પહોંચ્યું હતું. આ કારણોસર આ વર્ષે કેરીનું ઉત્પાદન પણ ખૂબ જ ઓછું થયું છે. કેરીના ઓછા ઉત્પાદન સામે કેરીના બમણા ભાવ ચૂકવવા પડશે. દર વર્ષે એપ્રિલ મહિનામાં કેરીની સીઝન આવી જતી હોય છે. પરંતુ આ વર્ષે કેરીની સીઝન મોડી આવે તેવી શક્યતાઓ છે.
રાજકોટ શહેરમાં મોટા પ્રમાણમાં મહારાષ્ટ્રની કેરીની આવક જોવા મળી રહે છે. હાલમાં રાજકોટ શહેરમાં મહારાષ્ટ્રની રત્નાગીરી હાફૂસ અને મિનિસ્ટર કેરીની આવક થવા લાગી છે. પરંતુ કેરીના ભાવ સાંભળીને તમે પણ કેરી ખાવાનું નામ નહી લ્યો. રાજકોટ શહેરમાં રત્નાગીરી હાફૂસ પેટીનો ભાવ 3500 રૂપિયાથી લઈને 6000 રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે.
જ્યારે મિનિસ્ટર કેરીનો ભાવ 6500 રૂપિયાથી લઈને 8000 રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રની રત્નાગીરીના કેરીના ભાવ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળ્યા છે. પરંતુ જ્યારે બજારમાં ગીરની કેસર કેરીની આવક થવાનું શરૂ થશે ત્યારે મહારાષ્ટ્રની રત્નાગીરીના કેરીના ભાવ આપોઆપ ઘટી જશે.
સામાન્ય વર્ગના લોકોને કેસર કેરીની હજુ દોઢ મહિનો રાહ જોવી પડે તેવી શક્યતાઓ છે. ગયા વર્ષે કેસર કેરીની પેટીનો ભાવ 500 રૂપિયાથી લઈને 600 રૂપિયા હતો. પરંતુ ગયા વર્ષ કરતા આ વર્ષે કેરીનું ઉત્પાદન ખૂબ જ ઓછો થવાના કારણે કેસર કેરીનો ભાવ પણ બમણાં જ ચૂકવવો પડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment