લખણખોટા ભારે! બાઈક પર સ્ટંટ કરવાના ચક્કરમાં આ યુવક સાથે થયું એવું કે – વિડીયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો

Published on: 11:12 am, Wed, 23 March 22

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

તમે સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર સ્ટંટ ના વિડીયો જોયા હશે. ઘણા ના વિડીયો તમારો શ્વાસ અધ્ધર કરી દેતા હોય છે અને ઘણા સ્ટંટના વિડીયો જોઈને તમને ખડખડાટ હસાવી દેતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં બાઈક પર સ્ટંટ કરી રહેલા એક યુવકનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આ વિડીયો જોઈને તમે પણ હસી-હસીને ગોટો વળી જશો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ પુરપાટ ઝડપે પોતાની બાઇક ચલાવી રહ્યો છે અને વ્યક્તિને જોતા એવું લાગી રહ્યું છે કે તે સ્ટંટ કરવાની પૂરી તૈયારી માં છે.

અન્ય બાઈક પર પાછળ બેઠેલો એક યુવક આ વ્યક્તિ નો વિડીયો ઉતારી રહ્યો છે. ત્યારે પુરપાટ ઝડપે ચલાવતો બાઇકચાલક અચાનક પોતાની બાઈકને આગળથી ઊંચી કરે છે અને આ જ સમયે તેનું બેલેન્સ ખોરવાઈ જાય છે. પરંતુ આ વ્યક્તિના નસીબ સારા કે તે બાઇક પરથી નીચે પડતો નથી.

પરંતુ તે બાઈક પર લટકી જાય છે. જો સ્ટંટ કરતી વખતે યુવક બાઇક પરથી નીચે પડ્યો હોત તો તેનો જીવ જતો રહ્યો હોત. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો આ વીડિયો જોઈને યુઝર્સ હસી-હસીને ગોટો વળી ગયા છે.

કેટલાક લોકો આ યુવકને આવા જોખમી સ્ટંટ ન કરવાની સલાહ આપી રહ્યા છે. કોઈપણ દિવસ પોતાનો જીવ જોખમમાં મૂકીને આવા જોખમી સ્ટંટ ન કરવા જોઈએ. કારણકે આપણા સ્ટંટના ચક્કરમાં કોઇ દિવસ આપણો જીવ પણ જોખમમાં મૂકાઈ જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!