પશ્ચિમ બંગાળમાં ચૂંટણીમા મતુઆ સમુદાય મુદ્દે પ્રધાનમંત્રી મોદી અને મમતા બેનર્જી સામસામે આવી ગયા હતા. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી માટે ધૂમ પ્રચાર કરવામાં આવી રહ્યો છે.મમતા બેનરજી અને પ્રધાનમંત્રી મોદી એકબીજા પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે.
ત્યારે ચૂંટણી આયોગ દ્વારા 24 કલાકના પ્રતિબંધ બાદથી મમતા બેનર્જી વધુ આક્રમક થઈ ગયા છે.ચૂંટણી આયોગ નો પ્રતિબંધ પૂરો થતાં જ મમતાએ ચૂંટણી રેલી કરી જેમાં તેમણે કહ્યું કે મોદી જુઠ્ઠા છે, પ્રધાનમંત્રી જૂઠા છે.
જોકે તરત તેમને કહ્યું કે જુઠો શબ્દો અસંસદીય શબ્દ છે. પ્રધાનમંત્રી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મમતાએ કહ્યું કે નરેન્દ્ર મોદીએ કૃષ્ણનગરમાં કહ્યું કે મમતાએ મતૂઆ સમુદાયના લોકોને કશું નથી આવતું.
હું જાહેરમાં તેમની ચેલેન્જ સ્વીકાર કરું છું એ કહું છું કે જો મે તેમના માટે કશું નથી કર્યું તો રાજકારણ છોડી દઈશ અને જો તમે ખોટું બોલી રહ્યા છો તો તમે કાન પકડીને ઉઠા બેઠક કરશો.
મમતાએ કહ્યું કે મને તો હિન્દુ, મુસ્લિમ, શીખ, ખિસ્તી માતાઓ બહેનો અને યુવાનો બધાના વોટ જોઈએ છે. ભાજપ જાણે છે કે તે હવે ચૂંટણી હારી રહ્યા છે તેથી મને પ્રચાર કરવાથી રોકવામાં આવી રહી છે.
તે બધી કેન્દ્રીય એજન્સીઓ ની મદદ લઇ રહ્યા છે.નોંધનીય છે કે મમતા બેનરજીના વિવાદિત નિવેદન બાદ તેમના પર ચૂંટણી આયોગ દ્વારા 24 કલાકનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.
જોકે આ મુદ્દે મમતા બેનર્જી હવે આરોપ લગાવી રહ્યા છે કે ભાજપને હાર દેખાઈ રહી છે અને તે જ કારણ છે કે કેન્દ્રીય એજન્સીઓની મદદથી મને રોકવામાં આવી રહી છે અને આ મુદ્દે પશ્ચિમ બંગાળમાં રાજકારણ પણ તેજ થઈ રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment