રાહુલ ગાંધીએ બંગાળમાં પોતાની ચૂંટણી રેલીઓને રદ કરી છે ત્યારે હવે મમતા બેનર્જી પણ કોલકાતામાં ચૂંટણી પ્રચાર નહીં કરે. અન્ય જિલ્લાઓમાં માત્ર 30 મિનિટ રેલી યોજાશે. દેશમાં દિવસેને દિવસે રેકોર્ડતોડ રહેલા કોરોના સંક્રમણ વચ્ચે ચાલી રહેલી.
પશ્ચિમ બંગાળ ચૂંટણીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે રાહુલ ગાંધી બાદ ટીએમસી પ્રમુખ અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ એલાન કર્યું છે કે તેઓ બાકીના તબક્કા માટે ચૂંટણી પ્રચાર નહિ કરે.
ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાય ને વિટ કરીને માહિતી આપી છે કે, મમતા બેનર્જી હવે કોલકત્તામાં ચૂંટણી પ્રચાર નહીં કરે. બંગાળ ચૂંટણીને લઈને મુખ્યમંત્રી મમતા બેનર્જી હવે તેઓ ચૂંટણી પ્રચાર નહિ કરે.
તેઓ પ્રતિકાત્મક રીતે શહેરમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે માત્ર એક બેઠક કરશે. બાકીના તમામ જિલ્લાઓમાં પણ તેમને ચૂંટણી રેલીઓનો સમય ઘટાડી દીધો છે. હવે તેઓ માત્ર 30 મિનિટ જ રેલી કરશે.
આપને જણાવી દઇએ કે, મુખ્યમંત્રી મમતા બેનર્જી આ પેલા માંગ કરી હતી કે બંગાળના બાકી તબક્કાઓમાં ચૂંટણી એક સાથે કરવામાં આવે. મમતા બેનર્જી પહેલા કોંગ્રેસ નેતા અને વાયનાડ સાંસદ રાહુલ ગાંધીએ પણ એલાન કર્યું હતું.
કે તેઓ કોરોના સંક્રમણ ના કારણે બંગાળ માં આગામી ચૂંટણી રેલી રદ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ બંગાળમાં માત્ર બે રેલીઓ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment