અમદાવાદના નારણપુરામાં બનેલી એક દુર્ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે મજુરોના મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર ભેખડ ધસી પડવાથી બે મજૂરો નીચે દટાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
અને નીચે દટાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. આ ઘટનામાં કુલ ત્રણ મજૂરો નીચે દટાયા હતા જેમાંથી બે મજુરોના મૃત્યુ થયા છે. જેમાં એક ને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર આ મજૂરો જેસીબીના ખોદકામ દરમિયાન કામ કરતા હતા. ત્યારે અચાનક જ પાછળ ની સાઈડ અને રોડનું ભેખડ નીચે પડતા મજૂરો અંદર આવી ગયા હતા. આ ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઇ હતી.
મોટી દુર્ઘટના : અમદાવાદના નારણપુરામાં રીડેવલપમેન્ટ ની કામગીરી દરમ્યાન ભેખડ ધસી પડતા બે મજુરોના મૃત્યુ… pic.twitter.com/xrm9WtDR0K
— GUJJU ROCKZ (@gujju_rockz) January 28, 2022
ઘટનાની જાણ થતા નવરંગપુરા, ચાંદખેડા અને સાબરમતી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર નારણપુરામાં અમ કુંજ ચાર રસ્તા પાસે એક એપાર્ટમેન્ટનું રીડેવલપમેન્ટ નું કામ ચાલુ હતું.
ત્યારે આજરોજ સવારના સમયે અચાનક જ કામ કરતા મજૂરો પર ભેખડ પડતા 3 મજૂરો નીચે દટાઈ ગયા હતા. આ ઘટનામાં ત્રણમાંથી બે મજુરોના મૃત્યુ થયા હતા. મળતી માહિતી અનુસાર ફાયર વિભાગની ટીમને આ ઘટનાની જાણ 10 વાગ્યાની આસપાસ થઇ હતી.
ઘટનાની જાણ થતાં 4 ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ભારે જહેમત બાદ નીચે દટાયેલા મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઇ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment