બે સગાભાઈના મૃત્યુ : ડીસા-થરાદ રોડ પર કારની સામે અચાનક ગાય આવી જતાં સર્જાયો ગંભીર અકસ્માત, 2 લોકોના મૃત્યુ, 3 લોકો ઈજાગ્રસ્ત…

Published on: 2:52 pm, Fri, 28 January 22

બનાસકાંઠાના ડીસા-થરાદ રોડ પર બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે સગા ભાઈઓ એ પોતાનો જીવ ગુમાવ્યો છે. માહિતી અનુસાર આ ઘટનામાં અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર બનાસકાંઠાના ડીસા-થરાદ રોડ પર આગથળા પાસે કારની સામે અચાનક ગાય આવી જતાં કાર ચાલકે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો. તેના કારણે આ અકસ્માતની ઘટના બની છે એવું કહેવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર અંધારામાં અચાનક જ ગાય વચ્ચે આવી જતા કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કારણે ખેતરમાં ઘુસાવી દીધી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે સગા ભાઇઓના મૃત્યુ થયા હતા. ઉપરાંત અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી. બે સગા ભાઈના મૃત્યુ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બે સગાભાઈના મૃત્યુ : ડીસા-થરાદ રોડ પર કારની સામે અચાનક ગાય આવી જતાં સર્જાયો ગંભીર અકસ્માત, 2 લોકોના મૃત્યુ, 3 લોકો ઈજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*