સુરતની ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. સુરતમાં બહારગામથી કેટલાયે લોકો રોજગારી મેળવવા માટે આવે છે અને તમામ લોકોને ડાયમંડ ઉદ્યોગમાં રોજગારી મળી જાય છે. ત્યારે બીજી તરફ હીરાના વેપારીઓના અવારનવાર ઉઠમણા કે છેતરપીડી ના કિસ્સાઓ સામે આવે છે.
ત્યારે મળતી માહિતી મુજબ સુરતમાં સાત વર્ષ પહેલા 38 લાખના હીરાની ખરીદી માં ચેક બાઉન્સ કેસમાં કોર્ટે આરોપીને નિર્દોષ છોડ્યા છે. આ સાથે કોર્ટે ચુકાદો આપ્યો છે કે શહેરમાં બિલ વગર થતો હીરાનો વેપાર ગેરકાયદેસર. આ ઉપરાંત સુરત કોર્ટે કહ્યું છે કે બિલ વગર કરિયાણાનો વેપારી સમજી શકાય પણ હીરાનો વેપારી સામાન્ય નથી.
મળતી માહિતી મુજબ સુરત હીરા બજાર માં લાખો અને કરોડો રૂપિયામા હીરાનું લે-વેચ થાય છે આ ઉપરાંત સુરતનો હીરા ઉદ્યોગ વર્ષોથી વિશ્વાસ પર ચાલી રહ્યો છે. સુરતના વેપારીઓ લાખો રૂપિયાના હીરાનું વેચાણ અને ખરીદી એકબીજાના વિશ્વાસ પર જ કરે છે.
ત્યારે વર્ષ 2014માં રાયચંદ પટેલે કથિત તન્મય ક્રીએશન ના પ્રોપરાઇટર પરેશ સાવલિયા અને 38 લાખ રૂપિયાના હીરાનું વેચાણ કર્યું હતું. આ ઉપરાંત હીરાના વેચાણ નું પેમેન્ટ રામચંદને ચેક દ્વારા કર્યું હતું.
ત્યારબાદ રામચંદ પટેલે પરેશ સાવલિયા એ આપેલો ચેક જ્યારે બેંકમાં નાખ્યો ત્યારે ચેક બાઉન્સ થયો હતો. તેના કારણે રામચંદ પટેલે પરેશ સાવલિયા પર 3 વખત કેસ કર્યા હતા.
આ કેસનો સમગ્ર મામલો સુરત કોર્ટમાં પહોંચ્યો હતો. આ ઉપરાંત મળતી માહિતી મુજબ કોર્ટમાં પરેશ સાવલિયા ના વકીલે ફરિયાદની તપાસની દલીલ રજૂ કરી હતી. વકીલે કહ્યું હતું કે તન્મય ક્રીએશન ના પ્રોપરાઇટર હોવાનો પુરાવો કોઈ રેકોર્ડ પર નથી.
જો પરેશ સાવલિયા ને હીરા આવ્યા હોય તો તેનું વેચાણ કર્યું હોવા કોઈપણ પ્રકારના બિલ કે સર્ટીફીકેટ નથી. આ ઉપરાંત સુરત કોર્ટે કહ્યું કે જો બિલ વગર હીરાના વેચાણ નો વ્યવહાર થતો હોય તો તે ગેરકાયદેસર ગણાશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment