હવામાન વિભાગની વરસાદને લઈને મોટી આગાહી, આ રાજ્યોમાં પડશે જબરદસ્ત વરસાદ…

Published on: 12:04 pm, Wed, 28 July 21

દેશમાં અનેક રાજ્યોમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 24કલાકમાં દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દેશમાં છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, મધ્ય પ્રદેશ અને ઝારખંડ સહિતના ઘણા રાજ્યોમાં સારો એવો વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત આગાહી મુજબ અંદબાર નિકોબાર આઇલેન્ડ, કર્ણાટક, કેરળ અને લક્ષ્યદીપ ઉપર હળવા વરસાદની આગાહી છે. ભારતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

દેશની રાજધાની દિલ્હી ની વાત કરીએ તો આ વખતે દિલ્હીમાં ચોમાસું મોડું પહોંચ્યું હતું પરંતુ હાલમાં તો દિલ્હીમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. આ ઉપરાંત લોની દેહાત, ગાઝિયાબાદ, નોઇડા, દાદરી, ઇન્દિરાપુરમ વાવાઝોડા અને વીજળી પડવાની પૂરી સંભાવનાઓ છે.

આગાહી મુજબ હરિયાણા કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં પાણીપત, કુરુક્ષેત્ર, કરનાલ, નરવાના, સોનીપત, ગોહાના વગેરે વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

ઉત્તર પ્રદેશમાં હસ્તિનાપુર, મોદીનગર, શિકારપુર, જહાગીરાબાદ, સિકંદરબાદ વગેરે વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ હવામાન વિભાગની આગાહી મુજબ રાજસ્થાનમાં ટૂંક સમયમાં ચોમાસુ સક્રિય થઇ શકે છે.

આગાહી મુજબ રાજસ્થાનમાં 30મી જુલાઇ થી ફરી એક વખત ચોમાસુ સક્રિય થશે અને 31 જુલાઈ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હવામાન વિભાગની વરસાદને લઈને મોટી આગાહી, આ રાજ્યોમાં પડશે જબરદસ્ત વરસાદ…"

Leave a comment

Your email address will not be published.


*