આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે દિલ્હીમાં બનેલી એક ખૂબ જ દુઃખદાયી અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ પાસે આજરોજ વહેલી સવારે આ અકસ્માતની ઘટના બની હતી.
અકસ્માતમાં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર અહી પસાર થઇ રહેલું એક કન્ટેનર ઓટો રિક્ષા પલટી ખાઈ ગયું હતું. જેના કારણે ઓટો રીક્ષામાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા.
આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને લગભગ સવારે 6.50 વાગે માહિતી મળી હતી. હજુ પણ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને કોઇપણ ઓળખ થઇ શકી નથી. આ ઘટના બન્યા બાદ કન્ટેનર ચાલક ઘટના સ્થળેથી રફુચક્કર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ પાસેના રોડ પર ફુલ સ્પીડમાં જઈ રહેલું એક કન્ટેનર બાજુમાં ચાલી રહેલી પર પલટી ખાઈ ગયું હતું. આ ઘટનામાં ઓટો ડ્રાઈવર અને ત્રણ લોકોના મૃત્યુ થયા હતા.
અને અકસ્માતમાં રીક્ષાનું પડીકું વળી ગયુ હતું. અકસ્માત બન્યા બાદ કન્ટેનર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ઉપરાંત આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ત્યારબાદ કન્ટેનરની નીચેથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. પોલીસ મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. કન્ટેનરની હાઈ સ્પીડ ના કારણે આ અકસ્માત બન્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment