આપણે બધા જાણીએ છીએ કે મંદિરમાં દર્શન કરવા જવાથી જીવનના તમામ કષ્ટો દૂર થઇ જાય છે અને એકદમ શાંતિ નો અનુભવ થાય છે.આજે અમે તમને એક એવા મંદિર વિષે જણાવીશું કે ત્યાં જવાથી ભક્તોની તમામ બીમારીઓ દૂર થઇ જાય છે.
તમને જણાવી દઇએ કે આ મંદિર લખનઉમાં આવેલું છે. લખનઉના રામકૃષ્ણ મઠમાં ભગવાનની ભક્તિની સાથે સાથે ગરીબ લોકોની સેવા કરવામાં પણ આવે છે.આ મંદિરમાં મંદિરના સંત દ્વારા ગરીબ લોકો માટે હોસ્પિટલ ચલાવવામાં આવે છે.
અહીં ગરીબ બીમાર લોકોની તપાસ કરવામાં આવે છે અને બીમારીને અનુરૂપ તેમની મફતમાં સારવાર પણ કરવામાં આવે છે અને સાવ મફતમાં દવાઓ પણ આપવામાં આવે છે. અહીં હજારોની સંખ્યામાં ગરીબ લોકો પોતાની સારવાર કરાવવા માટે આવે છે અને સાજા થઈ ને ઘરે પરત ફરે છે.
આ મંદિર દ્વારા સમાજ સેવાનું કામ કરવામાં આવે છે.આ મંદિરના સંત સૌથી વધારે ગ્રામીણ લોકોને મેડિકલ મદદ પહોંચાડે છે. કારણ કે શહેરમાં રહેતા લોકો ઓ બીજી ઘણી સંસ્થાઓનો લાભ લઇ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment