મહારાષ્ટ્રમાં બનેલી એક ખૂબ જ મોટી દુર્ઘટના સામે આવી છે. આ ઘટનામાં મેડિકલના 7 વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં સેલસુરા પાસે ભૂલ પરથી એક કાર નીચે પડી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં કારમાં સવાર MMBSના 7 વિદ્યાર્થીઓનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર અકસ્માત રાત્રે 11:30 વાગ્યે આસપાસ બન્યો હતો. જ્યારે વિદ્યાર્થીઓ કારમાં બેસીને જઈ રહ્યા હતા.
ત્યારે સેલસુરા પાસે એક પુલ પરથી કાર નીચે પડી ગઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર તમામ લોકોના મૃત્યુ થયા છે. અકસ્માતમાં અવિષ્કાર રહાંગડાલે, નીરજ ચૌહાણ, નીતિશ સિંહ, વિવેક નંદન, પ્રત્યુષ સિંહ, શુભમ જયસ્વાલ, પનવ શક્તિનું મૃત્યુ થયું છે.
મૃત્યુ પામેલા મોટે ભાગના વિદ્યાર્થીઓ 20 થી 35 વર્ષની વય જૂથના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર કારચાલક વિદ્યાર્થી અચાનક સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો અને કાર પુલ ઉપરથી 40 ફૂટ નીચે પડી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે. મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓના પરિવારજનોને મૃત્યુની જાણ થતા જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. આ ઘટનામાં ભાજપના ધારાસભ્ય વિજય રહાંગદાલેના પુત્ર આવિષ્કાર રહાંગદાલેનું પણ મૃત્યુ થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment