એક કાર આગળ જઈ રહેલા ટ્રક સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, 1 પોલીસકર્મીનું મૃત્યુ, 5 લોકો ઈજાગ્રસ્ત

Published on: 6:27 pm, Mon, 24 January 22

યમુના એક્સપ્રેસ વે પર બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક પોલીસકર્મીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર અલીગઢ જિલ્લાના જટ્ટરી ટપ્પલ વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વે પર એક કાર આગળ જઈ રહેલા ટ્રક સાથે અથડાઈ હતી.

જેમાં કારમાં સવાર એક પોલીસકર્મીનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. ઉપરાંત અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને આગ્રા લઈ જવામાં આવ્યો હતો.

ઉપરાંત ચાર લોકોને નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે મૃત્યુ પામેલા પોલીસકર્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અલીગઢ મોકલ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ મૃત્યુ પામેલા પોલીસજવાનના ગામમાં હોબાળો મચી ગયું હતું.

આ ઉપરાંત ગામમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. મળતી માહિતી અનુસાર ટપ્પલ વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વે પર 44 પોઇન્ટ પર સારોલ ગામ નજીક આગળ જઈ રહેલા ટ્રકની પાછળ એક કાર ઘુસી ગઈ હતી.

જ્યારે આ અકસ્માત બન્યો ત્યારે કારની અંદર 6 લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટનામાં પોલીસ કર્મી સોંનુ ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. તેઓ મેરઠમાં પોતાની પોલીસ ડ્યુટી નિભાવતા હતા.

ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક કાર આગળ જઈ રહેલા ટ્રક સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, 1 પોલીસકર્મીનું મૃત્યુ, 5 લોકો ઈજાગ્રસ્ત"

Leave a comment

Your email address will not be published.


*