મિત્રો તમે બધા હજારો દીકરીના પાલક પિતા એવા મહેશભાઈ સવાણીને તો જરૂર ઓળખતા હશો. મહેશભાઈ સવાણી હંમેશા પોતાના સેવાકીય કામના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેતા હોય છે. કોઈપણ જગ્યાએ સેવાકીય કામ હોય ત્યાં મહેશભાઈ સવાણી અગ્રેસર હોય છે. મહેશભાઈ સવાણી અને પી પી સવાણી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્ષે સમૂહ લગ્નમાં 300 પિતા વગરની દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા છે. આ વર્ષે સમૂહ લગ્નનું ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં હજારો દીકરીના લગ્ન કરાવ્યા છે અને મહેશભાઈ સવાણીની અવિરત સેવા હજુ પણ ચાલુ છે. આ વર્ષે 24 તારીખ અને 25 તારીખ બે દિવસના સમૂહ લગ્નનું આયોજન મહેશભાઈ સવાણી અને પી પી સવાણી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગઈકાલે સમૂહ લગ્નનો છેલ્લો દિવસ હતો અને દીકરીઓની વિદાય વખતે ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. મહેશભાઈ સવાણીએ દીકરીઓને આશીર્વાદ આપીને તેમને વિદાય આપી હતી. દીકરીઓની વિદાય વખતે મહેશભાઈ સવાણી પણ ધૃષ્ટિએ રડી પડ્યા હતા. ત્યારે કરુણ દ્રશ્યો સર્જાયા હતા.
આ ભવ્ય સમૂહ લગ્નના અને દીકરીઓની વિદાયના વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વીડિયોની અંદર તમે જોઈ શકો છો કે મહેશભાઈ સવાણી દીકરીઓને આશીર્વાદ આપી રહ્યા છે અને વિદાય વખતે ભાવુક થઈને મહેશભાઈ સવાણી પણ રડી પડે છે. મહેશભાઈ સવાણી એ દરેક દીકરીઓના પિતા બનીને તેમના લગ્ન કરાવી આ છે.
આ વર્ષે 300 દીકરીઓના લગ્ન મહેશભાઈ સવાણીએ કરાવ્યા છે. સમૂહ લગ્નમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ઘણા દિગ્ગજ નેતાઓએ પણ હાજરી આપી હતી. ભુપેન્દ્રભાઈ પટેલે દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા. મળતી માહિતી અનુસાર પી પી સવાણી ગ્રુપ અને મહેશભાઈ સવાણી દ્વારા અત્યાર સુધીમાં લગભગ 4572થી વધુ દીકરીઓના લગ્ન કરાવ્યા છે.
મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં બધી દીકરીઓનું કન્યાદાન અને તેમના કરિયાવર સાથે તેમના લગ્ન કરાવ્યા છે. મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં બધી દીકરીઓનું કન્યાદાન અને કરિયાવર સાથે તેમના લગ્ન કરાવ્યા છે. મહેશભાઈ સવાણી હજુ પણ આગામી દિવસોમાં દીકરીઓના લગ્ન કરાવતા જ રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment