હજારો દીકરીઓના પાલક પિતા મહેશ સવાણી સુરતના નહીં પરંતુ આ ગામના છે..! જાણો કેવી રીતે જીવનમાં સફળ…

સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી ને આપણે બધા તો ઓળખીએ છીએ અને દર વર્ષે તેઓ અનાથ દીકરીઓના લગ્ન ધામધૂમથી કરાવતા હોય છે. સુરતના ઉદ્યોગપતિ અને સમાજસેવક અનેક દીકરીઓના પાલક પિતા તરીકે પણ ઓળખાય છે ને આજે અમે તમને મહેશ સવાણી આટલા પ્રતિષ્ઠિત વ્યક્તિ અને તેમના જીવન માટે સફળ કેવી રીતે બન્યા

અને આજે તેમની પાસે કરોડોની સંપત્તિ હોવા છતાં તે કેટલું દાન ધર્મોદો કરે છે તેની વિશે જણાવવાના છીએ.મહેશ સવાણીના અંગત જીવન પર નજર કરીએ તો.ભાવનગરના જિલ્લાના રાપરડા ગામના મહેશ સવાણીએ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે.

વર્ષો પહેલા સૌરાષ્ટ્રથી સુરત આવીને હીરાના વ્યવસાય સાથે જોડાયેલા મહેશ સવાણીના પિતા વલ્લભભાઈ સુરતમાં ‘વલ્લભ ટોપી’ના નામે જાણીતા છે.આજના સમયમાં સુરત શહેરમાં પીપી સવાણી ગ્રુપ અને રિયલ એસ્ટેટ બિઝનેસની સાથે સાથે તેઓ ગુજરાતી ઇંગ્લિશ અને હિન્દી મીડિયમ ની શાળા ચલાવે છે

આ ઉપરાંત તેઓની એક હોસ્પિટલ પણ છે જ્યાં ગરીબ દર્દીઓને નજીવા ખર્ચે સર્જરી અને અન્ય સુવિધાઓ આપે છે. ખરેખર આ કોઈ સામાન્ય બાબત નથી પરંતુ સેવાફળ માં તેમનું મહત્વનું યોગદાન છે.આજના સમયમાં મહેશ સવાણી પાસે આશરે 2500 કરોડથી રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતા આ ગ્રુપના એમડી તરીકે કામ કરી રહ્યા છે

અને હંમેશા તેઓ સારા અને સદકાર્યો કરી રહ્યા છે અને તેમના પિતાની સેવાકીય પ્રવૃતિને તેઓ આગળ વધારી રહ્યા છે અને મહેશ સવાણી ધર્મનો ભેદભાવ રાખ્યા વગર બાપ વગરની દીકરીઓના દર વર્ષે ધામધૂમતી લગ્નને હજારો રૂપિયાનું લાખો રૂપિયાનું કરિયાવર અને સોનુ આપે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*