આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભાવનગરમાં વિશાળ જાહેર સભાને સંબોધી હતી અને તેઓએ સંબોધતા અરવિંદ કેજરીવાલે ભારત માતાકી જય સાથે ભાવનગરની જાહેર સભામાં
હજારો લોકોને સંબોધતા કહ્યું કે હું મહારાજા કૃષ્ણકુમારજીને વંદન કરું છું કે તેઓ અદભુત દેશભક્ત હતા જ્યારે 1947 માં દેશ આઝાદ થયો ત્યારે સરદાર પટેલને સમગ્ર ભારતના રાજાઓ પાસે ગયા હતા કે ભારતમાં જોડાઇ જાઓ.ત્યારે સૌથી પહેલા પોતાના રજવાડાને ભારતમાં જોડાવા વાળા મહારાજા કૃષ્ણકુમારજી મહાન હતા. આ સભા દ્વારા હું કેન્દ્ર
સરકારને આપણા વતી વિનંતી કરવા માગું છું કે સૌથી મહાન દેશભક્ત મહારાજા કૃષ્ણકુમારજીને આઝાદીના 75 વર્ષમાં ભારત રત્ન આપવામાં આવે. તેનાથી ભારતના રત્નનું સન્માન વચ્ચે અને અમે જ્યારે પણ ગુજરાતમાં આવીએ છીએ ત્યારે અમને જનતાનો ભરપૂર પ્રેમ મળે છે. હું જનતાને વચન આપું છું કે તમારો ભરોસો ખાલી નહીં થવા દઉં. હું તમને આપેલા દરેક વચનને પૂર્ણ કરીશ આ મારી ગેરંટી છે.
સમગ્ર ગુજરાત આ સમયે પરિવર્તન ઉચ્છે છે અને દેવીની કૃપા થઈ રહી છે કે ભગવાનનું ઝાડુ ચાલી રહ્યું છે. 27 વર્ષથી લોકો થાકી ગયા છે ને હવે પરિવર્તન જોઈએ છે અને હું તમારા માટે સારા સમાચાર લઈને આવ્યો છું કે આઈબીના રિપોર્ટ પ્રમાણે ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે અને આમ આદમી પાર્ટી ની 94 થી 95 સીટો આવી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment